Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

રાજસ્થાન રોયલ્સ ૧૩,૬૦૦ કરોડમાં વેચાઈ

IPLમાં ઈતિહાસ રચાયો

આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪ માર્ચ ૨૦૨૬ — ટૂંક સમયમાં IPL ૧૯મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે ૧૩૬૦૦ કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.

રિપોર્ટ મુજબ, કાલ સોમાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો ૧.૬૩ બિલિયન ડૉલર (લગભગ ૧૩,૬૦૦ કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
કાલ સોમાની ઈન્ટ્રાએજ એકેડેમિયન અને ટ્રૂયો.એઆઈ (Truyo.AI)ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાનીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોનનો સપોર્ટ છે.

આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાનીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ ૨૦૨૬ પછી જોવા મળશે.

Related posts

વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-૧નો તાજ

Master Admin

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

U Mumba Gear Up For Pro Kabaddi League Season 11 with 40-day Intensive Training Camp in Ahmedabad

Reporter1

Leave a Comment

Translate »