Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાની મોટી બેંકોની ઓનલાઈન સેવાઓ ખોરવાઈ, ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ધીમી પડી

સોફ્ટવેરની ખામીએ અમેરિકાની બેંકોની ઊંઘ ઉડાવી

જેપી મોર્ગનની આંતરિક સિસ્ટમમાં સોફ્ટવેર બગથી બેંકોના વ્યવહારો અટક્યા, ગ્રાહકોને કલાકો સુધી મુશ્કેલી પડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ | સોફ્ટવેર બગથી અમેરિકન બેંકોને અસરઃ ટ્રાન્જેક્શન ધીમા થયા-લોકોના પૈસા અટક્યા; અગાઉ માઈક્રોસોફ્ટ-ફ્લાઈટ સેવાઓ ઠપ થઈ હતી. ન્યૂયોર્કઃ અમેરિકામાં માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સિસ્ટમ પર સતત સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. શુક્રવારે મોટાપાયે હવાઈ સેવા ઠપ થવા અને માઈક્રોસોફ્ટ આઉટેજ બાદ સોમવારે અમેરિકાની સૌથી મોટી બેંકોની ઓનલાઈન સેવાઓ ઠપ પડી હતી. બીજી તરફ યુનાઈટેડ એરલાઈન્સની સિસ્ટમમાં પણ ટેન્કિકલ ખામી સામે આવતા ફરી હવાઈ મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો.ન્યૂયોર્કઃ અમેરિકામાં માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સિસ્ટમ પર સતત સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. શુક્રવારે મોટાપાયે હવાઈ સેવા ઠપ થવા અને માઈક્રોસોફ્ટ આઉટેજ બાદ સોમવારે અમેરિકાની સૌથી મોટી બેંકોની ઓનલાઈન સેવાઓ ઠપ પડી હતી. બીજી તરફ યુનાઈટેડ એરલાઈન્સની સિસ્ટમમાં પણ ટેન્કિકલ ખામી સામે આવતા ફરી હવાઈ મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે, અમુક કલાક બાદ એરલાઈન્સે સિસ્ટમમાં સુધાર કર્યો હતો.અમેરિકામાં ઘણી બેંકોનાં ગ્રાહકોને સોમવારે ઓનલાઈન એક્સેસ કરવા કે નાણાકીય વ્યવહારો મામલે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો મળી હતી. બેંક ઓફ અમેરિકા, ચેઝ, જેપી મૉર્ગન, યુએસ બેંક, વેલ્સ ફાર્ગો અને ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઢીઙ્મઙ્મીનાં યૂઝર્સને સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. દેશની સૌથી મોટી બેંક જેપી મૉર્ગન ચેઝનાં આંતરિક હાર્ડવેર સિસ્ટમમાં સોફ્ટવેરમાં સર્જાયેલ ખામીને કારણે લેવડ-દેવડ પ્રક્રિયાઓમાં વિલંબ થયો હતો. તેની અસર બેંક ઓફ અમેરિકા, સિટી ગ્રુપ સહિત બીજી બેંકોના ગ્રાહકો પર પણ પડી હતી. કારણ કે, તમામ બેંકોમાં ટ્રાન્ઝેક્શનની ગતિમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. ચેઝ એ આ ખામી સર્જાવવા પાછળ કોઈપણ પ્રકારના સાયબર હુમલાનો ઈન્કાર કર્યો હતો. ચેસ અમેરિકાનાં ૮.૬ કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. તેની ૫ હજાર બ્રાન્ચ છે અને અમેરિકાનાં કુલ ડિપોઝિટનો ૧૦ ટકાથી વધુ ભાગ તેની પાસે છે. તેથી માત્ર ૫ હજાર જેટલી ફરિયાદોથી અસરના વ્યાપનો અંદાજ લગાવી શકાય નહીં.

Related posts

૧૪૩૦ લોકોના મોત વચ્ચે વેનેઝુએલામાં ફરી ભૂકંપ

Master Admin

અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે, ટ્રમ્પનું નિવેદન

Master Admin

ચીનમાં ૫.૨ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ૨ લોકોના મોત

Master Admin

Leave a Comment

Translate »