Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઇજિપ્તમાં ઓઇલ ટેન્કર પલટાતાં ભીષણ આગ, ૩૧ લોકોનાં મોત

કૈરોમાં ટેન્કર અકસ્માતે મચાવી ભારે તબાહી

કૈરોના ગીચ વસ્તીવાળા હાઈવે પર ટેન્કરમાં આગ લાગતાં ૨૪થી વધુ વાહનો બળીને ખાક, ઘટનાસ્થળે બચાવ કાર્યમાં જોડાયેલા કર્મીઓએ કારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
કૈરા, તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ –– મિસ્રની રાજધાની કૈરો (કાહિરા)માં બુધવારે મુખ્ય હાઈવે પર ઓઇલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે આસપાસનાં ઘણાં વાહનો તેની ચપેટમાં આવી ગયાં અને ભારે તબાહીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દુર્ઘટનામાં ૩૧ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે ૨૧ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજધાની કૈરોને ચારે તરફથી જોડતા મુખ્ય રિંગરોડ પર લાગેલી આ આગમાં ૨૪થી વધુ કાર અને ટુ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. આ દુર્ઘટના ગ્રેટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર સર્જાી હતી.ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓએ કારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. મિસ્રના પ્રમુખે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે ડ્ઢદ્ગછ ટેસ્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે, મિસ્રમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનાઓમાં હજારો લોકોનાં મૃત્યુ થાય છે અને દેશનો માર્ગ સલામતીનો રેકોર્ડ ઘણો નબળો છે. આ દુર્ઘટનાઓ વધવા પાછળ પૂરઝડપે વાહન ચલાવવું, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિકના નિયમોનો કડક અમલ ન થવો જેવાં કારણો જવાબદાર છે.આ જ વર્ષે જાન્યુઆરીમાં મિસ્રના બેની સુએફ નજીક થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘણાં વાહનો વચ્ચેની ટક્કરમાં ૨૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ઇજિપ્તે તેની જૂની, સાંકડી શેરીઓમાં આવી અનેક જીવલેણ આગની ઘટનાઓ જોઈ છે. ફાયર એસ્કેપ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ જેવા સલામતી માળખાનો ગંભીર અભાવ છે. ઘણા વિસ્તારોમાં, શેરીઓ સાંકડી હોવાથી ફાયર એન્જિનો માટે ઘટનાસ્થળે પહોંચવું ખૂબ મુશ્કેલ બને છે. અહીં માર્ગ અકસ્માતો પણ ખૂબ સામાન્ય છે; ઇજિપ્તની એક સરકારી એજન્સી અનુસાર, ગયા વર્ષે દેશભરમાં માર્ગ અકસ્માતોમાં આશરે ૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

Related posts

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો

Master Admin

બલૂચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો કરીને ટ્રેન ઉડાવી દેવાઈ

Master Admin

પેરિસ સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

Master Admin

Leave a Comment

Translate »