Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

હોર્મુઝની ખાડીમાં તણાવથી કોલકાતાના ચામડા અને સીફૂડ વેપારીઓ મુશ્કેલીમાં

પશ્ચિમ એશિયાના યુદ્ધથી ભારતીય નિકાસ વેપાર પ્રભાવિત

કન્ટેનરની અછત, મોંઘું શિપિંગ અને હવાઈ કાર્ગોના વધતા ખર્ચથી નિકાસકારોના વેપાર અને નફાને મોટો ફટકો પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાર્ગો કન્ટેનરની અછત સર્જાી છે અને પશ્ચિમ તરફ જતા દરિયાઈ શિપિંગ રૂટ લાંબા અને અનિશ્ચિત બન્યા છે. પરિણામે, કોલકાતાના નિકાસકારો પાસે ઓર્ડર તો છે, પરંતુ તેઓ સમયસર માલ નથી પહોંચાડી શકતા.ચામડા અને માછલીની નિકાસ કરતા વેપારીઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, સ્ટીલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્‌સની નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે.ભારતમાંથી જતાં કન્ટેનર જહાજો પશ્ચિમ એશિયા થઈને યુરોપ અને અમેરિકા સુધી માલ પહોંચાડવા માટે હોર્મુઝની ખાડીનો ઉપયોગ કરતા હતા. જોકે, લગભગ નવ મહિના પહેલાં અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા યુદ્ધ બાદ આ માર્ગ જોખમી બની ગયો છે.કન્ટેનરની અછતને કારણે ફેક્ટરીઓમાં ટનબંધ ચામડું અને તેમાંથી બનેલી વસ્તુઓ જેવી કે ઔદ્યોગિક ગ્લવ્ઝ, બેગ અને અન્ય એક્સેસરીઝ પડી રહી છે. નિકાસકારોના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ કન્ટેનર માટે પણ સામાન્ય કરતાં ઘણું વધારે ભાડું ચૂકવવું પડી રહ્યું છે.કાઉન્સિલ ઓફ લેધર એક્સપોટ્‌ર્સના પૂર્વીય ક્ષેત્રના અધ્યક્ષ ઝિયા નફીસે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં પૂર્વ ભારતમાં ચામડા અને તેનાથી બનેલી વસ્તુઓની નિકાસ વિવિધ કેટેગરીમાં વાર્ષિક ધોરણે ૩થી ૫ ટકા ઘટી છે.પૂર્વ ભારતમાંથી દર વર્ષે સરેરાશ ૫,૦૦૦ કરોડના ચામડા અને ચામડાની બનાવટોની નિકાસ થાય છે. યુરોપ, બ્રિટન અને અમેરિકા અહીંના મુખ્ય બજારો છે.નફીસે જણાવ્યું હતું કે, કન્ટેનરની અછતને કારણે માલ મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે કન્ટેનર જહાજોને લાંબા માર્ગો અપનાવવા પડી રહ્યા છે. આના કારણે માત્ર કન્ટેનરની અછત જ નથી સર્જાી, પરંતુ માલ મોકલવાનો ખર્ચ પણ વધી ગયો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇંધણના ઊંચા ભાવને કારણે હવાઈ માર્ગે માલ મોકલવાનો ખર્ચ પણ ૩૦થી ૩૫ ટકા વધી ગયો છે.નફીસના જણાવ્યા અનુસાર, કન્ટેનરની અછતને કારણે માલની શિપમેન્ટ લગભગ ૧૫ દિવસ સુધી અટકી રહી છે.ચામડા ઉદ્યોગને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે ‘નિર્યાત પ્રોત્સાહન’ અને ‘નિર્યાત દિશા’ યોજનાઓ શરૂ કરી છે. આ બંને યોજનાઓ સરકારના એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળની સંકલિત પેટા યોજનાઓ છે. આ મિશન માટે વર્ષ ૨૦૨૫-૨૬થી ૨૦૩૦-૩૧ સુધીના સમયગાળા માટે ૨૫,૦૬૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાઓ ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ને મદદ કરવા માટે બનાવવામાં આવી છે.

Related posts

ભારે હંગામા વચ્ચે એન્ટી પેપરલીક સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

Master Admin

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ

Master Admin

ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે

Master Admin

Leave a Comment

Translate »