Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૨૦૦૮ કરતાં પણ ભયાનક મહામંદીની કિયોસાકીની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

વિશ્વ અર્થતંત્ર પર સંકટના વાદળો

રોબર્ટ કિયોસાકીએ બેંકિંગ સંકટ, અમેરિકાના વધતા દેવા અને AIથી નોકરીઓ પર ઊભા જોખમ અંગે ચેતવણી આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂ યોર્ક, તા.૨૭ નવેમ્બર ૨૦૨૬ — વિશ્વના લોકોએ ૨૦૦૮ની વૈશ્વિક મહામંદી જોઈએ છે, પરંતુ હવે તેના કરતા પણ ભયાનક મહામંદી આવશે તેવી એક લેખકે ભવિષ્યવાણી કરી છે. વિશ્વવિખ્યાત બેસ્ટસેલિંગ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક અને જાણીતા રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્ર પર તોળાઈ રહેલા મોટા સંકટ અંગે ગંભીર ચેતવણી આપી છે. ૨૦૦૮ની મહામંદી અંગે પણ કિયોસાકી દ્વારા જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ હવે તેના કરતા પણ ભયાનક વૈશ્વિક મહામંદીના એંધાણ હોવાની ચેતવણી આપી છે. કિયોસાકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વર્તમાન સમય બેંકમાં રોકડ રાખવાનો કે ગોલ્ડ-સિલ્વર ઈ્‌હ્લ જેવા રોકાણો પર ભરોસો કરવાનો નથી. તેના બદલે રોકાણકારોએ અસલી સોનું, ચાંદી, બિટકોઈન અને એથેરિયમ ખરીદવા જોઈએ. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પણ સતત આ એસેટ્‌સ ઉપરાંત રિયલ એસ્ટેટ અને ઓઈલમાં રોકાણ વધારી રહ્યા છે.કિયોસાકીએ કહ્યું કે ૨૦૦૮માં ઝ્રદ્ગદ્ગ પર વુલ્ફ બ્લિટ્‌ઝર સાથેની મુલાકાતમાં તેમણે અમેરિકાની સૌથી જૂની બેંકોમાંની એક ‘લેહમેન બ્રધર્સ’ નાદારી નોંધાવશે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી હતી. તેમના મતે, ૨૦૦૮માં સબ-પ્રાઈમ મોર્ટગેજ ડેરિવેટિવ બજાર તૂટવાથી દુનિયા હચમચી ગઈ હતી, પરંતુ આજે આપણે જે ક્વાડ્રિલિયન ડોલરના ડેરિવેટિવ માર્કેટના સંકટ તરફ જઈ રહ્યા છીએ, તે ૨૦૦૮ કરતાં પણ વધુ વિનાશક સાબિત થશે.આર્થિક તબાહીનું ગણિત સમજાવતા કિયોસાકીએ અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને બ્લેકરોક જેવી મોટી સંસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દર મિનિટે ૧ ડોલર ખર્ચે, તો તેને ૧ ટ્રિલિયન ડોલર ખર્ચતા ૩૪,૦૦૦ વર્ષ લાગી જાય, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વને ૧ ટ્રિલિયન ડોલર છાપતા એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. અમેરિકા દર ૯૦ દિવસે ૧ ટ્રિલિયન ડોલર છાપી રહ્યું છે અને ૨૦૨૬માં તેના પર ૪૯ ટ્રિલિયન ડોલરનું તોતિંગ દેવું થઈ ગયું હોવાનો પણ દાવો કર્યો છે.

કિયોસાકીના મતે હવે અત્યારે મોટા પાયે નોટો છાપવાનો એટલે કે ‘ધ બિગ પ્રિન્ટ’નો દોર શરૂ થશે, જેના કારણે કાગજી ચલણની ખરીદશક્તિ ઝડપથી ખતમ થઈ જશે.રોજગાર પર વાત કરતા કિયોસાકીએ કહ્યું કે, જેમ લોકો ળેન્ચ ળાઈસ ખાય છે, તેમ છૈં લોકોની નોકરીઓને એવી રીતે ગળી જશે. જર્મન ઓટો કંપની ફોક્સવેગન દ્વારા ૧ લાખ કર્મચારીઓની છટણી અને યુરોપમાં થઈ રહેલા તોફાનોનો ઉલ્લેખ કરતા તેમણે યાદ અપાવ્યું કે, ૨૦૦૨માં લખાયેલા તેમના પુસ્તક ‘રિચ ડેડ્‌સ પ્રોફેસી’માં તેમણે આ પરિસ્થિતિની પહેલેથી જ આગાહી કરી હતી.સરકારો અને રાજનેતાઓ માત્ર પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે, તેમને સામાન્ય લોકોની નોકરી કે રિટાયરમેન્ટની કોઈ ચિંતા નથી. તેવું કહીને કિયોસાકીએ લોકોને ચેતવ્યા છે.

સામાન્ય લોકોને સલાહ આપતા કહ્યું કે, આ સામાન્ય સમય નથી, તેથી પરંપરાગત અભ્યાસને બદલે તમારો ફાઇનાન્શિયલ ૈંઊ એટલે કે, નાણાકીય સમજ વધારો. જે લોકો સમયસર ચેતી જશે અને અસલી એસેટ્‌સમાં રોકાણ કરશે, તેઓ આવનારી મહામંદીમાં પણ વધુ ‘ધનવાન’ બનીને બહાર આવશે.

Related posts

બ્રિટન આવતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો

Master Admin

‘આપણે હરીફ નહીં પણ ભાગીદાર બનવું જોઈએ’

Master Admin

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન

Master Admin

Leave a Comment

Translate »