Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

ચૂંટણીના સોગંદનામામાં ગરબડ ભારે પડી

ચાર વર્ષના આવકના આંકડા છુપાવવાનો આરોપ, નહતૌર બેઠકની ચૂંટણી રદ; ૧૫ દિવસ સુધી મતદાન અને નાણાકીય લાભ પર રોક

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ નવેમ્બર ૨૦૨૬ — ઉત્તરપ્રદેશમાં આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ૨૦૨૨ ની ચૂંટણીને લઈને મોટો ઘટસ્ફોટ અને ચુકાદો આવ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે બિજનૌરની નહતૌર બેઠક પરથી ૨૦૨૨ માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારનું નિર્વાચન રદ કરી દીધું છે. આ ચુકાદાએ સમગ્ર કાર્યકાળ દરમિયાન સત્તા અને ધારાસભ્યપદ ભોગવ્યા બાદ ન્યાયતંત્રની પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.રિટર્નિંગ ઓફિસરની કામગીરી અને ઉમેદવારી પત્રની ચકાસણી પર સૌથી મોટો સવાલ ઊભો થયો છે. આરોપ મુજબ, ર્હ્લદ્બિ-૨૬ ના સોગંદનામામાં પાછલા પાંચ નાણાકીય વર્ષ (૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨) ની આવકની વિગતો ફરજિયાત હતી. આમ છતાં ઓમ કુમારે માત્ર ૨૦૨૧-૨૨ ની આવક (૧,૪૫,૮૧,૦૫૯ રૂપિયા) દર્શાવીને ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ સુધીના ચાર વર્ષના કોલમ ખાલી છોડી દીધા હતા. આટલી મોટી ક્ષતિ હોવા છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર કેવી રીતે સ્વીકાર્યું, તે અંગે તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.૨૦૨૨ માં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન અને ૧૦ માર્ચે પરિણામ જાહેર થયા બાદ ઓમ કુમાર માત્ર ૨૫૮ મતના સામાન્ય અંતરથી (૭૭,૯૩૫ મત વિરુદ્ધ ૭૭,૬૭૭ મત) વિજેતા બન્યા હતા. હવે જ્યારે ૨૦૨૭ ની નવી ચૂંટણી નજીક છે અને ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. વિપક્ષ અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શરૂઆતમાં જ કડક કાર્યવાહી થઈ હોત તો પરિસ્થિતિ જુદી હોત, પરંતુ લાંબા સમય સુધી પદ અને સત્તાનો લાભ લેવાયો.મતદારોના અધિકાર પર તરાપ અને તંત્રની બેદરકારીન્યાયમૂર્તિ સલિલ કુમાર રાયે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(એ) હેઠળ મતદારોને ઉમેદવારની નાણાકીય પૃષ્ઠભૂમિ જાણવાનો મૂળભૂત અધિકાર છે. સોગંદનામામાં વિગતો છુપાવવી એ ગંભીર ભૂલ છે અને તેનાથી ચૂંટણી પરિણામ પર સીધી અસર પડી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચેકલિસ્ટમાં ફોર્મ સાચું ગણવાના બચાવને પણ કોર્ટે ફગાવી દીધો હતો.હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને આ નિર્ણયની જાણ ભારતના ચૂંટણી પંચ અને યુપી વિધાનસભા અધ્યક્ષને કરવા આદેશ આપ્યો છે. સાથે જ ૧૫ દિવસની આંશિક રોક લગાવતી વખતે સ્પષ્ટ કરાયું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ ગૃહમાં મતદાન કરી શકશે નહીં કે ધારાસભ્ય તરીકે કોઈ નાણાકીય લાભ મેળવી શકશે નહીં.

Related posts

GST કલેક્શન ફેબ્રુ.માં ૮.૧% વધીને રૂ.૧.૮૩ લાખ કરોડ થયું

Master Admin

દુબઈમાં તમારા આગામી વર્કેશન માટે 6 શ્રેષ્ઠ સ્ટે

Master Admin

ભારતમાં સેમિકન્ડક્ટર સપ્લાયર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માઈક્રોન અને કેન્સ વચ્ચે ભાગીદારી

Master Admin

Leave a Comment

Translate »