સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
જીવનમાં જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે, જ્યારે ડોક્ટર હાથ ઊંચા કરી દે છે, જ્યારે વકીલ હારી જાય છે, જ્યારે સગા-સંબંધી મોં ફેરવી લે છે, ત્યારે એક દરવાજો ખુલ્લો રહે છે – બાલાજી દાદાનો દરવાજો. બાલાજી દાદા કહે છે – “તું ચિંતા મત કર, સિર્ફ એક અરજી કર.”!
અરજી એટલે શું?! અરજી એટલે ભગવાનને દિલથી કરેલી વિનંતી. કોર્ટમાં અરજી કરીએ છીએ, તો જજ સાંભળે છે. તેમ બાલાજી દાદાના દરબારમાં અરજી કરીએ, તો દાદા સાંભળે છે. પણ ફરક એ છે કે કોર્ટની અરજીમાં પૈસા જોઈએ, વકીલ જોઈએ, તારીખો જોઈએ. દાદાની અરજીમાં માત્ર ભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ, આંસુ જોઈએ.!
બાલાજી દાદા એટલે કોણ!?
બાલાજી દાદા એટલે હનુમાનજી. મેહંદીપુર બાલાજી, સારંગપુર બાલાજી, સાળંગપુર બાલાજી, તિરુપતિ બાલાજી – બધા બાલાજી એક જ છે. બાલાજી એટલે બાળક જેવા ભોળા, બાળક જેવા નિર્દોષ, બાળક જેવા પ્રેમાળ. જે ભક્ત બાળક બનીને દાદા પાસે જાય છે, તેને દાદા ક્યારેય ખાલી હાથે પાછો મોકલતા નથી.!
હનુમાનજીને સંકટમોચન કહેવાય છે. સંકટ એટલે મુસીબત, મોચન એટલે દૂર કરનાર. જેનું સંકટ કોઈ દૂર ન કરી શકે, તેનું સંકટ બાલાજી દાદા દૂર કરે છે. ભૂત-પ્રેત, ઉપરી પવન, નજર, ટોણા-ટોટકા, કોર્ટ-કચેરી, ધંધામાં નુકસાન, ઘરમાં કંકાસ – બધાનો એક જ ઈલાજ છે – બાલાજી દાદાની અરજી.!
અરજી કેવી રીતે કરવી!?
અરજી કરવા માટે મોટી પૂજા કરવાની જરૂર નથી. મોટો હાર ચડાવવાની જરૂર નથી. બાલાજી દાદાને તો માત્ર સિન્દૂર, ચમેલીનું તેલ, અને બૂંદીના લાડુ જ ગમે છે. પણ તેનાથી વધારે ગમે છે – સાચા દિલની અરજી.!
સવારે સ્નાન કરીને, બાલાજી દાદાના ફોટા સામે બેસી જાઓ. દાદાને કહો – “દાદા, હું થાકી ગયો છું. હવે તમારા સિવાય કોઈ નથી. મારી આ અરજી સાંભળો.”! પછી તમારું દુઃખ કહો. જેમ બાળક માને કહે છે, તેમ દાદાને કહો. દાદા તમારી અરજી જરૂર સાંભળશે.!
મંગળવાર અને શનિવાર બાલાજી દાદાના દિવસ છે. આ દિવસે ઉપવાસ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગ બાણનો પાઠ કરો. ૧૧ મંગળવાર સતત અરજી કરો. તમારું કામ થઈ જશે. આ અનુભવ લાખો ભક્તોનો છે.!
ચિંતા કેમ ન કરવી!?
ચિંતા એટલે ચિતા. ચિતા માણસને એક વાર બાળે છે, ચિંતા માણસને રોજ બાળે છે. જે માણસ ચિંતા કરે છે, તે ભગવાન પર વિશ્વાસ નથી કરતો. જે માણસ ભગવાન પર વિશ્વાસ કરે છે, તે ચિંતા કરતો નથી.!
બાલાજી દાદા કહે છે – “તું ચિંતા મત કર.” એટલે તારી ચિંતા મને આપી દે. તારો ભાર મને આપી દે. તું માત્ર મારું નામ લે. હું તારો ભાર ઉઠાવીશ. જેમ માતા બાળકનો ભાર ઉઠાવે છે, તેમ દાદા ભક્તનો ભાર ઉઠાવે છે.!
એક ભક્ત હતો. તેનો ધંધો ડૂબી ગયો. માથે કરોડોનું દેવું થઈ ગયું. તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું. પણ તે મેહંદીપુર બાલાજી ગયો. તેણે દાદાને અરજી કરી – “દાદા, હવે તમે જ સંભાળો.” ત્રણ મહિનામાં તેનું દેવું ઉતરી ગયું, ધંધો ફરી ચાલવા લાગ્યો. આ છે અરજીની તાકાત.!
બીજો ભક્ત હતો. તેને સંતાન નહોતું. ડોક્ટરોએ ના પાડી દીધી. તેણે સાળંગપુર બાલાજીને અરજી કરી. એક વર્ષમાં તેને ત્યાં પારણું બંધાયું. આ છે દાદાની કૃપા.!
અરજીનો મંત્ર!
જ્યારે પણ ચિંતા આવે, ત્યારે બોલો –
ૐ હં હનુમતે નમઃજય શ્રી રામ, જય બાલાજી દાદા, જય સંકટમોચન!
આ મંત્ર બોલવાથી ભૂત ભાગે છે, ભય ભાગે છે, ચિંતા ભાગે છે. રાત્રે ડર લાગે તો હનુમાન ચાલીસા બોલીને સૂઈ જાઓ. દાદા તમારું રક્ષણ કરશે.!
એટલે યાદ રાખો, જીવનમાં ગમે તેટલું દુઃખ આવે, ગમે તેટલી મુસીબત આવે, તમે ચિંતા મત કરો. સિર્ફ એક અરજી કરો. બાલાજી દાદા તમારી અરજી સાંભળશે, તમારું કામ કરશે, તમારું જીવન બદલી નાખશે.!જય બાલાજી દાદા! જય હનુમાન! જય શ્રી રામ!

