Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

નવરંગપુરાના સ્પોર્ટ્‌સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧ જૂન ૨૦૨૬ — અમદાવાદ શહેરના પોશ વિસ્તાર નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ નજીકના સ્પોર્ટ્‌સ ક્લબમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક નવરંગપુરા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર રવાના થઈ ગયો હતો. આ ધમકી મળ્યા બાદ તુરંત જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ક્લબ પરિસરને ખાલી કરાવીને સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આ સ્પોર્ટ્‌સ ક્લબ આવેલું છે. પોલીસને એક લેટર દ્વારા આ અંગે જાણ થઈ છે. ધમકીના પગલે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા મેટલ ડિટેક્ટર અને આધુનિક સાધનોની મદદથી ક્લબના ખૂણે-ખૂણાની સર્ચ કરવામાં આવી રહી છે. આ ધમકી કોઈની મજાક છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે અંગે પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધમકી આપનાર અંગે તપાસ હાથ ધરી હતી.

Related posts

પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, ૩ આરોપી ઝડપાયા

Master Admin

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વ નિમિત્તે મોરારી બાપુનો શુભ સંદેશ

Reporter1

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ૨૯૧ લિટર દેશી દારૂ ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »