સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
અમિતાભ બચ્ચન મોટા પરદાનો માણસ છે. તેનો ચહેરો ૭૦સ્સ્ માટે છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. આવા સ્ટાર જ્યારે નાના પરદા કે ગલી ક્રિકેટમાં આવે ત્યારે તે મોટા નથી લાગતા, નાના લાગે છે. પહેલી વાર તાળી પડે, બીજી વાર સવાલ થાય – અહીં કેમ આવ્યો?
નાનો પરદો ખરાબ નથી. તે તાકાત છે. પણ તે શિખાઉ, નિષ્ફળ અને સ્ટ્રગલર માટે છે. જેને બનવું છે તેના માટે સ્વર્ગ છે. જે બની ગયો છે તે જો ત્યાં આવે તો બે જ કારણ દેખાય – પૈસાની ભૂખ અને પ્રસિદ્ધિની લત. આમાં કલા નથી, લાચારી લાગે છે. જે માણસે દીવારમાં વિજય કર્યો તે જ માણસ સાસ-વહુના ડ્રામામાં દેખાય તો દીવારનું અપમાન લાગે છે.
બજારનો નિયમ છે – જે વધારે મળે તેની કિંમત ઘટે. સ્ટાર એટલે દુર્લભ. સૂરજ રોજ દેખાય તો કોઈ જોતું નથી, ધૂમકેતુ ૫૦ વર્ષે દેખાય તો દુનિયા દોડે. રોજ દેખાતો સ્ટાર પાડોશી બની જાય છે.
બચ્ચન સન્માનીય છે, એટલે જ સવાલ મોટો છે
બચ્ચન સન્માનીય છે, તેમનું વ્યક્તિત્વ ખૂબ ઊંચું છે, છતાં કેબીસીમાં વયમર્યાદા ચૂકી જઈ યુવતીઓ સાથે ચેષ્ટા, અડપલાં, શારીરિક સ્પર્શ વગેરે કરતા જોવા મળે છે, એવું અનેક દર્શકોને લાગે છે, જેથી બચ્ચનની ગરિમા હણાતી હોય તેવું લાગે છે.
આ વાક્ય લખવું સહેલું નથી. કારણ કે બચ્ચનને લાખો લોકો પ્રેમ કરે છે. ઘરના વડીલની જેમ માને છે. પણ પ્રેમ જ તો કહે છે કે સાચું બોલો. જેને તમે માન આપો છો, એની ભૂલને પણ માનથી કહો.
કેબીસીના મંચ પર યુવતી આવે છે. એ દીકરીની ઉંમરની હોય છે. ક્યારેક પૌત્રીની ઉંમરની હોય છે. એની સામે હાથ પકડવો, ખભા પર હાથ મૂકવો, વારંવાર અડવું, ગળે મળવું, એવી મજાક કરવી જે વડીલને શોભે નહીં – આ બધું ટીવી પર જોઈને ઘરમાં બેઠેલા મા-બાપને અજુગતું લાગે છે.
એ ગુડ ટચ કે બેડ ટચ!? આ સવાલ આજે દરેક ઘરમાં પુછાય છે. શાળામાં બાળકને શીખવવામાં આવે છે – ગુડ ટચ કયો, બેડ ટચ કયો. ઘરમાં દીકરીને શીખવવામાં આવે છે – કોઈ ખોટી રીતે અડે તો તરત બોલજે. અને એ જ દેશમાં ટીવીનો સૌથી મોટો ચહેરો જ જ્યારે આવું કરે છે, ત્યારે દીકરી શું સમજે? કે મોટા માણસને બધું ચાલે? કે સ્ટાર હોય તો સ્પર્શ ચાલે?
હેતુ પ્રેમનો હોઈ શકે, વાત્સલ્યનો હોઈ શકે, મજાકનો હોઈ શકે, ટીઆરપીનો હોઈ શકે. હેતુ ગમે તે હોય, પણ દેખાતું દ્રશ્ય તો એ જ છે જે લાખો લોકો જુએ છે. અને લાખો લોકોને એ દ્રશ્ય ગમતું નથી. કારણ કે લોકોને બચ્ચન પાસેથી આશીર્વાદ જોઈએ છે, અડપલાં નહીં.
વયની મર્યાદા એટલે દાદા દાદા જેવા લાગે. ૮૦ વર્ષ પછી માણસે પોતાને દાદાની જગ્યાએ રાખવો પડે. દાદાનો હાથ માથે હોય, આશીર્વાદ માટે હોય. દાદાની નજરમાં વાત્સલ્ય હોય, ચેષ્ટા ન હોય. જ્યારે દાદા જ મર્યાદા ભૂલે, ત્યારે પૌત્રી કોની પાસે સલામતી માગે?
મોટા માણસે બીજા કરતા વધારે મર્યાદા રાખવી પડે. કારણ કે નાના માણસની ભૂલને લોકો ભૂલ કહીને છોડી દે છે. મોટા માણસની ભૂલને લોકો આદર્શ માનીને અપનાવી લે છે.
બચ્ચનને નફરત નહીં, ચિંતા છે
આ લેખ બચ્ચન વિરોધી નથી. આ લેખ બચ્ચન પ્રેમીનો છે. જેને બચ્ચન નથી ગમતા, એને તો મજા આવે છે. જેને બચ્ચન ગમે છે, એને જ દુઃખ થાય છે કે બચ્ચન આવું કેમ કરે છે?
બચ્ચને દેશને ઘણું આપ્યું છે. દીવાર આપી, શોલે આપી, પા આપી, પિંક આપી. બીમારીમાંથી ઊભા થયા, દેવામાંથી ઊભા થયા, અપમાનમાંથી ઊભા થયા. એ બચ્ચનને કોઈ નાનો કહી શકે નહીં. પણ એ જ બચ્ચન જ્યારે નાના પરદા પર નાના દેખાય છે, ત્યારે દુઃખ થાય છે.
નાનો પરદો માણસને નાનો કરી દે છે. રોજ ઘરમાં આવતો માણસ ભગવાન નથી રહેતો, પાડોશી બની જાય છે. એટલે જ કહેવું પડે છે – બચ્ચન, તમે મોટા છો, મોટા જ રહો. તમારો એક હાથ આશીર્વાદ માટે ઊપડે, એ જ તમારી સાચી ઔકાત છે.
રોહિત શર્માની વાત પણ એ જ છે
રોહિત શર્માનું બેટ મોટા મેદાન માટે છે. એ જ માણસ જ્યારે ગલી ક્રિકેટમાં, નાની જાહેરાતમાં, નાના શોમાં દેખાય, ત્યારે એની ઔકાત નાની લાગે છે. મોટા ખેલાડીનું કામ મોટા મેદાનમાં છે. નાના મેદાનમાં એ આવશે તો નાના ખેલાડીની જગ્યા છીનવાશે.
આ જ હાલ રાજકારણનો અને વ્યાસપીઠનો છે
ગ્રામ પંચાયત એ નળ, ગટર, રસ્તાની ચૂંટણી છે. ત્યાં સરપંચ જીતવા ઁસ્ નો રોડ શો થાય એ તાકાત નથી, અવિશ્વાસ છે. ઁસ્ નું કામ દેશ જોવાનું છે, ગટર જોવાનું નથી. ઁસ્ નાના કામમાં આવશે તો ઁસ્ નાના લાગશે, અને નાના નેતાને તક નહીં મળે.
વેદ વ્યાસની ગાદી પર બેસનારો સંત જો ૫૧ રૂપિયામાં ઝૂંપડામાં સત્યનારાયણ કરવા જાય તો ગરીબ બ્રાહ્મણની થાળી છીનવાય છે. તેના માટે ૫૧ રૂપિયા આજીવિકા છે. મોટાએ નાનાનું કામ ન કરવું જોઈએ.
મોટાઈ એટલે મોભો જાળવવો
મોટાઈ એમાં છે કે ક્યાં નથી જવું તે નક્કી કરો. નાના માટે જગ્યા છોડો!
સિંહ વનનો રાજા હોવા છતાં ભૂખ્યો મરે પણ ઘાસ નહીં ખાય. તે પ્રમાણે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટનો લીડિંગ વકીલ સ્ટેટસને કારણે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ નહીં કરે, તેમજ નામી ડૉક્ટર નિમ્ન કક્ષાએ નિઃશુલ્ક સેવા પોતાના મોભાને અનુરૂપ રહી કદીયે નહીં આપે. કારણ કે મોટાઈ પદમાં નથી, મોભો જાળવવામાં છે!
બચ્ચન મોટા છે. બચ્ચન મોટા જ રહે. વયની મર્યાદા યાદ રાખે. આશીર્વાદ આપે, અડપલાં નહીં. વાત્સલ્ય આપે, સ્પર્શ નહીં. તો જ બચ્ચનની ગરિમા જળવાશે. તો જ બચ્ચન ફરી ૭૦સ્સ્ ના બચ્ચન લાગશે.

