Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ફાઇનલમાં જીતેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૦ કરોડ રૂપિયા મળ્યા

ચેમ્પિયન RCB માલામાલ

રનર-અપ ગુજરાત ટાઇટન્સને ૧૩ કરોડ મળ્યા : પ્લેઓફમાં પહોંચેલી ચારેય ટીમો અને ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ જૂન ૨૦૨૬ — IPL 2026 નો ધમાકેદાર અંત આવી ગયો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સતત બીજી વાર ચેમ્પિયન બની ગયું છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગ્લોરે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર જીત સાથે જ RCB પર પૈસાનો વરસાદ થયો છે. જોકે, માત્ર જીતનાર ટીમ જ નહીં, પણ ફાઇનલમાં હારેલી ગુજરાત ટાઇટન્સ અને પ્લેઓફમાં પહોંચેલી અન્ય ટીમોને પણ બમ્પર ઈનામી રકમ મળી છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે ટાઇટલ જીતનાર ટીમથી લઈને ચોથા નંબર પર રહેલી ટીમને અને કયા ખેલાડીને કેટલા રૂપિયા મળ્યા છે.

ચેમ્પિયન અને રનર-અપ ટીમોને કેટલા મળ્યા?
વિજેતા RCB ને મળ્યા ૨૦ કરોડઃ આ સિઝનમાં ટ્રોફી ઉઠાવનારી રજત પાટીદારની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને ઈનામ રૂપે અધધ ૨૦ કરોડ રૂપિયાની માતબર રકમ આપવામાં આવી છે. રનર-અપ ગુજરાતને પણ મળ્યા કરોડોઃ ફાઇનલમાં ભલે ગુજરાત ટાઇટન્સ હારી ગયું હોય, પરંતુ શુભમન ગિલની આ ટીમને પણ રનર-અપ તરીકે ૧૩ કરોડ રૂપિયાનું મોટું ઈનામ મળ્યું છે.

ત્રીજા અને ચોથા નંબરની ટીમો પણ માલામાલ
ઈનામની રકમ માત્ર ફાઇનલમાં પહોંચેલી બે ટીમો પૂરતી મર્યાદિત નહોતી. પ્લેઓફમાં પહોંચેલી અન્ય બે ટીમોને પણ કરોડો રૂપિયા મળ્યા છેઃ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ રમનારી સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી, જેને ઈનામ પેટે ૭ કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે રિયાન પરાગની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ, જે ચોથા નંબરે રહી હતી, તેને ૬.૫ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.

ટીમો સિવાય આખી ટુર્નામેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દિલ જીતનારા ખેલાડીઓને પણ ખાસ એવોર્ડ અને લાખો રૂપિયાના ઈનામ અપાયા છેઃ
ઓરેન્જ કેપ વિજેતા (સૌથી વધુ રન): ૧૦ લાખ રૂપિયા
પર્પલ કેપ વિજેતા (સૌથી વધુ વિકેટ): ૧૦ લાખ રૂપિયા
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP): ૧૦ લાખ રૂપિયા
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન (ઉભરતો ખેલાડી): ૧૦ લાખ રૂપિયા
સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઃ ૧૦ લાખ રૂપિયા

Related posts

વૈદેહી ચૌધરીએ ત્રીજું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું; માન કેશરવાનીએ મેડન મેન્સ ક્રાઉનનો ખિતાબ હાંસલ કર્યો

Master Admin

શુભંકર શર્માને DP વર્લ્ડ ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં ફરીથી ફોર્મ ભરવાની તક મળશે

Master Admin

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતે 7 મેડલ કર્યા નિશ્ચિત

Master Admin

Leave a Comment

Translate »