૧૬૦ કરોડનું હાઈ-ટેક SSC પરીક્ષા કૌભાંડ
STFની ફોરેન્સિક તપાસમાં ૩,૭૭૭ ઉમેદવારોની સંડોવણીનો ખુલાસો; ઉમેદવાર દીઠ રૂ.૪ લાખની વસૂલી(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ/નોઈડા, તા. ૨૩ નવેમ્બર ૨૦૨૬ — સ્ટાફ સિલેક્શન કમિશન (જીજીઝ્ર)ની ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં રિમોટ એક્સેસ અને પ્રોક્સી સર્વરની મદદથી આચરવામાં આવેલા રૂ.૧૬૦ કરોડના હાઈ-ટેક પરીક્ષા કૌભાંડનો ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ેંઁ જી્હ્લ)ની તપાસમાં મોટો પર્દાફાશ થયો છે. મે ૨૦૨૬માં ગ્રેટર નોઈડાના પરીક્ષા કેન્દ્રો પર દરોડા બાદ જપ્ત કરાયેલા સાધનો અને સર્વર ડેટાની ફોરેન્સિક તપાસ નવેમ્બર ૨૦૨૬માં પૂર્ણ થતાં ૭ રાજ્યોના ૩૦ કેન્દ્રો અને ૩,૭૭૭ ઉમેદવારો સંડોવાયેલા હોવાના નક્કર પુરાવા સામે આવ્યા છે. આ મામલે ગાઝિયાબાદના વેવ સિટી પોલીસ સ્ટેશનમાં ૩૦ કેન્દ્રો અને અંદાજે ૩૦ મુખ્ય આરોપીઓ સામે નવી હ્લૈંઇ નોંધાઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૫ આરોપીઓની ધરપકડ કરાઈ છે.
તપાસ મુજબ, ૨૨-૨૩ મે, ૨૦૨૬ના રોજ ેંઁ જી્હ્લના નોઈડા યુનિટે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક સ્થિત બાલાજી ડિજિટલ ઝોન, બોધી તારુ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતના કેન્દ્રો પર ઝ્રછઁહ્લ, જીજીહ્લ કોન્સ્ટેબલ (ય્ડ્ઢ), જીજીઝ્ર ઝ્રર્ઁં અને આસામ રાઈફલ્સની પરીક્ષા દરમિયાન દરોડા પાડી કેન્દ્ર સંચાલક પ્રદીપ ચૌહાણ અને ટેકનિકલ માસ્ટરમાઈન્ડ અમિત રાણા સહિત ૭ને ઝડપ્યા હતા. આ ગેંગ ૨૦૨૫થી સક્રિય હોવાનું અને જીજીઝ્ર સ્જી સહિત આશરે ૧૬ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાનું ખુલ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં ફેલાયેલા આ નેટવર્કમાં માત્ર ેંઁના આગ્રા, ઝાંસી, કાનપુર, મેરઠ, પ્રયાગરાજ અને ગ્રેટર નોઈડાના કેન્દ્રો પર ૧,૨૪૮ કમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડછાડ કરાઈ હતી.
સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ગેંગ પરીક્ષા કેન્દ્રના સર્વરને વાઈફાઈ દ્વારા પ્રોક્સી સર્વર સાથે જોડી, સ્ક્રીન શેરિંગ અને રિમોટ એક્સેસ સોફ્ટવેર દ્વારા બહાર બેઠેલા સોલ્વર્સને કમ્પ્યુટરનો કંટ્રોલ આપતી હતી. રોલ નંબરના છેલ્લા ૪ અંકોથી ઉમેદવાર અને સોલ્વરને જોડવામાં આવતા હતા, જ્યારે પરીક્ષા ખંડમાં બેઠેલો ઉમેદવાર ઝ્રઝ્ર્ફ અને નિરીક્ષકોને ભ્રમિત કરવા માત્ર માઉસ હલાવતો રહેતો અને બહારથી જવાબ ટીક થતા હતા. ઉમેદવાર દીઠ અંદાજે રૂ.૪ લાખ વસૂલાતા હતા, જેમાં એજન્ટને રૂ.૫૦,૦૦૦ અને બાકીના ?૩.૫૦ લાખ ગેંગ, સોલ્વર્સ તથા સંચાલકો વચ્ચે વહેંચાતા હતા.
તપાસમાં સપ્ટેમ્બર ૨૦૨૬માં દિલ્હીથી પ્રોક્સી સર્વર સેટ કરનાર અરુણ કુમાર ઉર્ફે ડેવિલ તથા સબ-વેન્ડર કંપની એસેસ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડના બે ડિરેક્ટરો ગગનદીપ શર્મા અને યાદવેન્દ્ર સિંહની ધરપકડ થઈ હતી, જ્યારે એડ્યુક્વિટી અને સબ-વેન્ડરની ભૂમિકા તથા બિલિંગની વિસંગતતાઓ પણ સામે આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦ ઓક્ટોબરે અમિત રાણાના જામીન ફગાવ્યા હતા, જ્યારે જીજીઝ્ર ચેરમેન એસ. ગોપાલકૃષ્ણને સ્પષ્ટ કર્યું છે કે દોષિત ઉમેદવારોને પરીક્ષામાંથી ડિબાર કરાયા છે અને શંકાસ્પદો સામે કાર્યવાહી ચાલુ છે.

