Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

લતીફ ભટના મોતનો બદલો લેવા હૈદરાબાદને ઉડાવી દેવાની ધમકી

કાચીગુડા રેલવે સ્ટેશન અને હોટેલ ટુરિસ્ટ પ્લાઝા નિશાને

૨૬/૧૧ના મુંબઈ હુમલા જેવો હુમલો કરી ઓછામાં ઓછા ૩૦૦ લોકોને મારવાની ચીમકી આપતો ઈમેલ મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદ, તા.૨૩ નવેમ્બર ૨૦૨૬ — હૈદરાબાદ શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની અને ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનું પુનરાવર્તન કરવાની ધમકી આપતો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને શહેરભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (ન્ી્‌) સાથે જોડાયેલો હોવાનો દાવો કરનાર વ્યક્તિએ મોકલેલા આ ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસે રવિવારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી.
હૈદરાબાદ પોલીસ કમિશનર મહેશ ભાગવતે જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં બોમ્બ હુમલાની ધમકી મળતાની સાથે જ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાયા છે. સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તમામ પોલીસ સ્ટેશનો અને વરિષ્ઠ અધિકારીઓને મોકલાયેલા ચેતવણી સંદેશ મુજબ, ધમકી આપનારે હૈદરાબાદમાં હોટેલ ટુરિસ્ટ પ્લાઝા (કાચેગુડા) અને કાચીગુડા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપી છે, જેનો હેતુ ઓછામાં ઓછા ૩૦૦ લોકોને મારવાનો હોવાનું જણાવાયું છે. આરોપીએ દાવો કર્યો છે કે ભારતીય સેના દ્વારા તેના નેતા લતીફ ભટ અને અન્ય સહયોગીઓની હત્યાનો બદલો લેવા માટે આ હુમલા કરવામાં આવી રહ્યા છે. કમિશનરે રવિવારે રાત્રે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ સ્થળોએ તોડફોડ વિરોધી તપાસ હાથ ધરવામાં આવી છે અને જાહેર સલામતી માટે પોલીસની હાજરી વધારાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ ઈમેલ મોકલનારની ઓળખ કરી તેને શોધવા માટે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, ક્રાઈમ બ્રાંચે તમામ પોલીસ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા અને દેખરેખ મજબૂત કરવા સૂચના આપી છે. હોટેલ ટુરિસ્ટ પ્લાઝા અને કાચીગુડા રેલવે સ્ટેશન ઉપરાંત ભીડભાડવાળા જાહેર સ્થળો, હોટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સઘન પેટ્રોલિંગ, તોડફોડ વિરોધી તપાસ અને શંકાસ્પદ વ્યક્તિઓ, વસ્તુઓ કે વાહનો પર ખાસ નજર રાખવા જણાવાયું છે. પોલીસે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા કે ન ફેલાવવા અને શાંત રહેવાની અપીલ કરી છે, તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ત્યજી દેવાયેલી વસ્તુ જણાય તો તાત્કાલિક ૧૧૨ નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો છે.

Related posts

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરુ!

Master Admin

સરકારની ખાતરી છતાં દેશભરમાં રાંધણગેસનો કકળાટ યથાવત

Master Admin

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન

Master Admin

Leave a Comment

Translate »