Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

થિરુપરનકુંદરમ દીપમ વિવાદમાં તમિલનાડુ સરકાર સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

તમિલનાડુમાં ધાર્મિક દીપમ મુદ્દે રાજકીય વિવાદ

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દીપ પ્રાગટ્ય નહીં થતાં હિન્દુ સંગઠનોનો વિરોધ, પોલીસ સાથે ઘર્ષણમાં ૩૦૦ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — તમિલનાડુના એક વિવાદિત ધાર્મિક સ્થળે દીપમ તહેવાર દરમિયાન દીવા ના પ્રગટાવવા બદલ તમિલનાડુ સરકારની ભારે ટીકા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ સ્થળે માન્ય ટીમને જ દીવા પ્રગટાવવાની છૂટ આપી હતી, જેનો અમલ ના થઈ શકવા બદલ તમિલનાડુ સરકારે માફી માંગી હતી સાથે જ મંદિર સંચાલકોને ટીમને મંજૂરી નહીં આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા.આ સમગ્ર મામલો તમિલનાડુના મદુરાઇમાં આવેલા થિરુપરનકુંદરમ પહાડ પર દીપાથૂન નામના એક ધાર્મિક સ્થળ સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાં હઝરત સુલતાન સિકંદર દરગાહ આવેલી છે જ્યાંથી થોડે દૂર એક દીપાથૂન સ્તંભ આવેલો છે જેના પર દીપ પ્રાગટય કરવા માટે હાઈકોર્ટમાં અરજી થઈ હતી, હાઇકોર્ટે તેને મંજૂર રાખી હતી માટે બાદમાં રાજ્ય સરકાર તેમજ મંદિર પ્રશાસન દ્વારા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ સ્થળે મર્યાદિત લોકો દ્વારા દીપ પ્રાગટયની છૂટ આપવામાં આવી હતી. જે માટે મંદિર પ્રશાસનની મંજૂરી લેવાની શરત મુકવામાં આવી હતી. જોકે દીપ પ્રાગટય નહતું થઈ શક્યું, રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે મંદિર પ્રશાસન દ્વારા કલેક્ટર દ્વારા તૈયાર ટીમને દીપ પ્રાગટય માટે મંજૂરી નહતી આપી. બીજી તરફ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લઈને કોર્ટના આદેશની અવમાનનાની કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી, સાથે જ કહ્યું હતું કે જો અવમાનના મુદ્દે અરજી કરવામાં આવશે તો તેની અમે સુનાવણી કરીશું. રાજ્ય સરકાર અને મંદિર પ્રશાસન મૂળ મંદિરની જગ્યાએ જ દીપ પ્રાગટય કરવા કહી રહ્યા છે.હાલ આ મુદ્દે તમિલનાડુમાં વિવાદ સર્જાયો છે. આદેશનો અમલ ના થતા તમિલનાડુમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થળે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, દરમિયાન આશરે ૩૦૦ જેટલા ભાજપ કાર્યકર્તાઓ અને હિન્દુ સંગઠનના લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Related posts

કોંગ્રેસની મેલોની વાળી રમૂજ પર વિવાદ વધ્યો

Master Admin

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે

Master Admin

અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ હાલ મળશે નહીં

Master Admin

Leave a Comment

Translate »