Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

દારૂબંધી છતાં ગુજરાતમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કહેર, ત્રણ વર્ષમાં ૬૦૦નાં મોત

ગુજરાતમાં નશાખોર વાહનચાલકોનો વધતો આતંક

નશામાં વાહન ચલાવવાથી ૧,૫૦૦થી વધુ લોકો કાયમી વિકલાંગ બન્યા, ૧૮ હજારથી વધુ વાહનચાલકો પોલીસના હાથે ઝડપાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — ગુજરાતમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો વધતો કહેર, ત્રણ વર્ષમાં નશાખોર વાહનચાલકોએ ૬૦૦ નિર્દોષના જીવ લીધા!. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. દારૂના નશામાં વાહન ચલાવતા લોકો માત્ર પોતાનો જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. દારૂના નશામાં વાહન ચલાવતા લોકો માત્ર પોતાનો જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં નશાખોર વાહનચાલકોને કારણે થયેલા અકસ્માતોમાં ૬૦૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં, ૧,૫૦૦થી વધુ લોકો કાયમી વિકલાંગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, નશામાં ડ્રાઇવિંગ માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ નથી, પરંતુ અનેક પરિવારો માટે જીવનભરની પીડાનું કારણ બની રહ્યું છે.જુલાઈ ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં ૧૬,૦૦૦થી વધુ માર્ગ અકસ્માત નોંધાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૮,૦૦૦થી વધુ નશાખોર વાહનચાલકો પોલીસના હાથે ઝડપાયા છે. દર મહિને સરેરાશ ૪૦૦થી ૬૦૦ જેટલા નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો પકડાતા હોવાના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાખોર વાહનચાલકોની બેફામ હરકતો અનેક સવાલો ઊભા કરી રહી છે. માત્ર પોલીસની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લોકોમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવી પણ જરૂરી છે. દારૂ પીને વાહન ચલાવવાને બદલે વૈકલ્પિક પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે રસ્તા પરની એક બેદરકારી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે છે અને આખા પરિવારનું જીવન બદલી શકે છે.

Related posts

મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બાંધકામના રૉ મટીરીયલ્સના અનિયમિત સપ્લાય તેમજ ભાવમાં થયેલ અતિશય વધારાના કારણે પડેલ ગંભીર અસરોને પહોંચી વળવા અનિચ્છાએ પ્રોપર્ટીના યુનીટકોસ્ટ વધારવા બાબત

Master Admin

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો

Master Admin

હોળી પૂરી થયા બાદ જાગેલું તંત્ર હવે ખજૂર-ધાણીના નમૂના લેવા નીકળ્યું

Master Admin

Leave a Comment

Translate »