Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ધાનપુરના દુધામલી ગામમાં ત્રણ ખેતરોમાંથી રૂપિયા ૨.૩૦ કરોડનો ગાંજો ઝડપાયો

દાહોદમાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ

SOG દરોડામાં ૪૬૦ કિલોથી વધુ વજનના ૩૭૮ લીલા છોડ મળ્યા, આરોપીની ધરપકડ કરી NDPS હેઠળ ગુનો નોંધાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ, તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — દાહોદમાં ર્જીંય્ની મોટી કાર્યવાહીઃ ધાનપુરના દુધામલી ગામેથી રૂ. ૨.૩૦ કરોડનો ગાંજો ઝડપાયો. દાહોદ જિલ્લામાં નશાના ગેરકાયદે કારોબાર સામે ર્જીંય્ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધાનપુર તાલુકાના દુધામલી ગામના સ્ટેશન ફળિયામાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન કોલાભાઈ બારીયા નામના શખ્સનાં ત્રણ અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.દાહોદ જિલ્લામાં નશાના ગેરકાયદે કારોબાર સામે ર્જીંય્ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધાનપુર તાલુકાના દુધામલી ગામના સ્ટેશન ફળિયામાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન કોલાભાઈ બારીયા નામના શખ્સનાં ત્રણ અલગ-અલગ ખેતરોમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ખેતરોમાં તપાસ કરતાં ગાંજાના કુલ ૩૭૮ લીલા છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન ૪૬૦.૮૩૦ કિલોગ્રામ નોંધાયું હતું. આ સમગ્ર જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૨,૩૦,૪૧,૫૦૦ આંકવામાં આવી છે. આટલી મોટી કિંમતનો ગાંજો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.દરોડા દરમિયાન પોલીસ દ્વારા હ્લજીન્ના અધિકારીને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. હ્લજીન્ અધિકારીએ જપ્ત કરાયેલા છોડનું પરીક્ષણ કરતાં તે ગાંજાના છોડ હોવાનું પ્રમાણિત કર્યું હતું. ત્યારબાદ ર્જીંય્ની ટીમે સ્થળ પરથી તમામ છોડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર મામલે પોલીસે આરોપી કોલાભાઈ વિરાભાઈ બારીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કબજે લીધો છે અને આરોપી વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ ગેરકાયદે વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું

Master Admin

ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Master Admin

રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ કરાયો

Master Admin

Leave a Comment

Translate »