Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

નોકરીથી પેન્શન સુધી, અખિલેશના વાયદાઓનો પટારો ખુલ્યો

અખિલેશ યાદવના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાતો

પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ,તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટી (જીઁ)એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બંધારણ દિવસના અવસરે ઁડ્ઢછ સંકલ્પ પત્ર રજૂ કરીને યુવાનો, ખેડૂતો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને પછાત વર્ગો માટે અનેક મોટી જાહેરાતો કરી છે. આ મેનિફેસ્ટોમાં ૧૦ લાખ સરકારી નોકરીઓ, બેરોજગાર યુવાનોને દર મહિને ૫,૦૦૦નું ભથ્થું અને જૂની પેન્શન યોજના ર્(ંઁજી) ફરી શરૂ કરવા જેવા વાયદાઓનો સમાવેશ થાય છે.
યુવાનો માટે ૧૦ લાખ નોકરી અને ૫,૦૦૦ ભથ્થું
અખિલેશ યાદવે યુવાનોને રોજગાર આપવાનો મોટો વાયદો કર્યો છે. તેમના સંકલ્પ પત્રની મુખ્ય જાહેરાતો આ મુજબ છેઃ
આગામી પાંચ વર્ષમાં ૧૦ લાખ સરકારી નોકરીઓ આપવાનો વાયદો.
બેરોજગાર યુવાનોને દર મહિને ૫,૦૦૦ ભથ્થું.
સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો વધારવી.
અટકેલી શિષ્યવૃત્તિઓ શરૂ કરવી.
કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું.
વિદેશમાં અભ્યાસ અને રમતગમત માટે આર્થિક મદદ કરવી.
બંધ થયેલી સરકારી શાળાઓ ફરી શરૂ કરાશે
શિક્ષણ ક્ષેત્રે પણ સમાજવાદી પાર્ટીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. બંધ થયેલી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે. શિક્ષામિત્રો, પ્રશિક્ષકો અને શિક્ષકોને સન્માનજનક પગાર તથા કાયમી રોજગાર આપવાની દિશામાં કામ કરવાની વાત પણ કરવામાં આવી છે.
પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ર્(ંઁજી) ફરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આંગણવાડી સહાયિકાઓ, નર્સિંગ સ્ટાફ, કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને સન્માનજનક પગાર આપવાનું પણ વચન છે.
પાર્ટીએ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને તેમની આવક વધારવા માટે કામ કરવાની ખાતરી આપી છે. ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપતાં અખિલેશ યાદવે કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
આ ઉપરાંત ઁડ્ઢછ એટલે કે પછાત, દલિત અને અલ્પસંખ્યક વર્ગોને સમાન રાજકીય અને સામાજિક ન્યાય આપવાની વાત કરવામાં આવી છે. અનામતનું રક્ષણ અને જાતિ આધારિત ભેદભાવ દૂર કરવાનું પણ સંકલ્પ પત્રમાં સામેલ છે.
પોલીસ વ્યવસ્થામાં છૈં અને ઝ્રઝ્ર્‌ફનો ઉપયોગ
કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પોલીસ વિભાગમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.
છૈં ટેક્નોલોજી અને બોડીકેમનો ઉપયોગ.
ઝ્રઝ્ર્‌ફ નેટવર્ક અને ફોરેન્સિક લેબનું વિસ્તરણ.
પોલીસ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને રાજકીય દબાણ સામે કાર્યવાહી.
મહિલાઓની સુરક્ષા માટે ૧૦૯૦ અને ડાયલ ૧૧૨ સેવાઓ મજબૂત બનાવવી.
ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક અદાલતોની વ્યવસ્થા.
ગામડાંના વિકાસથી લઈને ૫ની સમાજવાદી કેન્ટીન સુધી
અખિલેશ યાદવે ગામડાં અને શહેરોમાં રસ્તા, પુલ, વીજળી, પાણી, ઇન્ટરનેટ, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓ પહોંચાડવાનું વચન આપ્યું છે.
આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ૫માં સંપૂર્ણ ભોજન પૂરું પાડતી સમાજવાદી કેન્ટીન શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. કલાકારો, ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી લોકોને પ્રોત્સાહન આપવા ’યશ ભારતી સન્માન’ ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી છે.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ’અચ્છે દિન તો ક્યારેય આવ્યા નહીં, પરંતુ હવે ખરાબ દિવસો જવાના છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે સમાજવાદી પાર્ટીએ અગાઉ પણ પોતાના ચૂંટણી વચનો પૂરા કર્યા છે અને આગામી સમયમાં ઁડ્ઢછના સામાજિક ન્યાયના એજન્ડાને આગળ વધારશે.
હવે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના આ વાયદાઓ મતદારોને કેટલા આકર્ષે છે અને ભાજપ સહિતના વિરોધી પક્ષો તેનો કેવો જવાબ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

Related posts

હાર્લી-ડેવિડસને ભારતમાં 17 વર્ષ પૂર્ણ કર્યાં; હીરો મોટોકોર્પ સાથેની ભાગીદારી દ્વારા બ્રાન્ડની હાજરી વિસ્તારવા અને વિકાસને ગતિ આપવા માટે પ્રતિબદ્ધ

Master Admin

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો

Master Admin

‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી

Master Admin

Leave a Comment

Translate »