Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

અમરનાથ યાત્રા માર્ગ પહોળો કરવાના મુદ્દે વિવાદ

શેષનાગ તળાવ પાસે ખોદકામથી PDP અને BJP સામસામે

PDPએ આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે ભાજપે યાત્રાળુઓની સુવિધા માટે પ્રોજેક્ટનું સમર્થન કર્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ,તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પરંપરાગત માર્ગને પહોળો કરવાના કામને લઈને રાજકીય અને પર્યાવરણીય વિવાદ ઊભો થયો છે. પહલગામથી અમરનાથ ગુફા તરફ જતા માર્ગ પર આવેલા શેષનાગ તળાવ નજીક ત્નઝ્રમ્ મશીનથી ખોદકામ થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઁડ્ઢઁએ આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે ભાજપે યાત્રાળુઓની સુવિધા માટે પ્રોજેક્ટનું સમર્થન કર્યું છે.

PDPનાં પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આક્ષેપ કર્યો છે કે શેષનાગ સુધીના માર્ગના નિર્માણને ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઉમર અબ્દુલ્લાની કેબિનેટે મંજૂરી આપી હતી. તેમના મતે, ગ્લેશિયર તળાવ નજીક બાંધકામથી પર્યાવરણ અને યાત્રા બંનેને જોખમ થઈ શકે છે. ૨૪ જાન્યુઆરીએ તેઓ પક્ષના નેતાઓ સાથે સ્થળ પર જવા નીકળ્યાં હતાં, પરંતુ પોલીસે ચંદનવાડી પાસે તેમને અટકાવ્યાં હતાં.

મીરવાઈઝ ઉમર ફારૂકે પણ સોશિયલ મીડિયા પર આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. તેમણે ગ્લેશિયર અને કુદરતી જળસ્રોતોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત કરી છે.

ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે વિરોધ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે અમરનાથ યાત્રાળુઓને ધાર્મિક સ્થળ સુધી પહોંચવા માટે સારી સુવિધા મળવી જોઈએ. તેમણે ઁડ્ઢઁના અગાઉના શાસન દરમિયાન મુઘલ રોડ પર વૃક્ષો કપાયાના મુદ્દાનો ઉલ્લેખ કરીને મહબૂબા મુફ્તીની ટીકા કરી હતી.

બોર્ડર રોડ્‌સ ઑર્ગેનાઇઝેશન (મ્ર્ઇં)ના જણાવ્યા અનુસાર, અહીં કોઈ નવો રસ્તો બનાવવામાં આવતો નથી, પરંતુ હાલના ટ્રેકને પહોળો કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ, પર્યાવરણવિદોનું કહેવું છે કે શેષનાગ તળાવની આસપાસની જમીન નાજુક હોવાથી ભારે મશીનરીના ઉપયોગથી ભૂસ્ખલન અને પર્યાવરણીય નુકસાનનું જોખમ વધી શકે છે.

આમ, એક તરફ યાત્રળુઓની સુવિધા અને બીજી તરફ હિમાલયના સંવેદનશીલ પર્યાવરણની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.

Related posts

એપ્રિલમાં GST કલેક્શન ૨.૪૩ લાખ કરોડના ઐતિહાસિક સ્તરે

Master Admin

ડેટોલે નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ રજૂ કર્યું: ફોમ ધરાવતા ભારતના સૌથી વિશ્વસનીય હેન્ડવૉશને વધુ પ્રભાવશાળી બનાવ્યું

Master Admin

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, બોર્ડર હવે બીએસએફને હવાલે

Master Admin

Leave a Comment

Translate »