Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ટેરિફને લઈને તણાવ

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૨૫ ટકા સુધી આયાત શુલ્ક લાદવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ ભારતીય વેપારીઓમાં ચિંતા વધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ટેરિફને લઈને તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૨૫ ટકા સુધી આયાત શુલ્ક લાદવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ ભારતીય વેપારીઓમાં ચિંતા વધી છે. આ સ્થિતિમાં વેપારીઓના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી (ઝ્ર્‌ૈં)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન ઉત્પાદનો પર પણ ૨૫ ટકા જવાબી ટેરિફ લગાવવાની અપીલ કરી છે.

અમેરિકાના પ્રસ્તાવિત ટેરિફની અસર ભારતના આશરે ૪૮ અબજ અમેરિકન ડૉલરના નિકાસ વેપાર પર પડી શકે છે. એટલું જ નહીં, અંદાજે ૫ લાખ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.

ચેરમેને જણાવ્યું કે ટેરિફ વધવાથી ભારતીય ઉત્પાદનો અમેરિકાના બજારમાં મોંઘા થઈ જશે. પરિણામે અમેરિકન ખરીદદારો ભારતના બદલે અન્ય દેશોમાંથી માલ ખરીદવાનું પસંદ કરી શકે છે.

વેપારીઓના મતે ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સીફૂડ, જેમ્સ એન્ડ જ્વેલરી, ચામડાં, ધાતુઓ અને ઓટો કમ્પોનન્ટ્‌સ જેવા ક્ષેત્રો પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને અમેરિકામાં નિકાસ કરતા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મુશ્કેલી વધી શકે છે.

અમેરિકાએ ભારત સાથે વેપાર કરાર નહીં થાય તો ભારતીય ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (ેંજીન)એ ભારતીય બજારમાં પ્રવેશના અવરોધો અને ઔદ્યોગિક નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકાની આ નીતિ માત્ર નિકાસકારો માટે જ નહીં, પરંતુ રોજગાર અને ભારતીય ઉદ્યોગો માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. હવે વેપારીઓની ૨૫ ટકા જવાબી ટેરિફની માંગ પર કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. ભારત-અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણા આગામી સમયમાં બંને દેશોના આર્થિક સંબંધોની દિશા નક્કી કરી શકે છે.

Related posts

ટેક્નોલોજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય

Master Admin

મમતા સરકારે માતાઓને રડાવી અને ગૂંડાઓનો સાથ આપ્યો

Master Admin

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

Leave a Comment

Translate »