Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, ગુજરાત હાઈકોર્ટનો સરકાર સામે આકરો આક્રોશ

ત્રણ વર્ષથી ગુમ જજ, પોલીસ સામે સવાલ

પુત્રીએ હેબિયસ કોર્પસ અરજી કરતાં હાઈકોર્ટ સખત નારાજ, DGP સહિતના અધિકારીઓને નોટિસ ફટકારી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ નવેમ્બર ૨૦૨૬ — અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં એક સમયે એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં ગુજરાતના એક નિવૃત્ત જજ રાજેશભાઈ વિનોદરાય ઓઝા છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં અને પોલીસ દ્વારા હજુ સુધી આ નિવૃત્ત જજને શોધી નહી શકાતાં આખરે આ નિવૃત્ત જજની પુત્રીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે એક નિવૃત્ત જજની ભાળ મેળવવામાં ત્રણ ત્રણ વર્ષ સુધીની ઉદાસીનતા અને પોલીસની નિષ્ફળતાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે પોલીસની ભારે ટીકા કરતાં જણાવ્યું કે, શું આપણે કાયદા વિનાના શાસનમાં જીવી રહ્યા છીએ..? તો પછી શું ચાલી રહ્યું છે આ બધુપ? હાઇકોર્ટે એક તબક્કે રાજ્યના પોલીસ વડાને કોર્ટમાં હાજર કરવાની અને કસૂરવાર સ્ટાફને ઘરભેગા કરવાની ચીમકી ઉચ્ચારતાં સરકાર ફફડી ઉઠી હતી.હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં રાજ્ય સરકાર, રાજ્યના ડ્ઢય્ઁ, શહેર પોલીસ કમિશનર, શાહીબાગ પીઆઇ સહિતના પક્ષકારોને નોટિસ કાઢી ત્રણ વર્ષથી ગુમ થયેલા નિવૃત્ત ન્યાયાધીશને શોધવાના પૂરતા પ્રયાસો કેમ નથી કરાયા એ મુદ્દે જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે આક્રમક સ્વરમાં વધુમાં જણાવ્યું કે, જો કોઈ ન્યાયિક અધિકારી સાથે પોલીસનું આવું વલણ છે તો એક સામાન્ય વ્યક્તિ સાથે શું થઈ શકે છે તે સમજી શકાય તેમ છે. એક વ્યક્તિ (નિવૃત્ત જજ) ત્રણ-ત્રણ વર્ષથી ગુમ-લાપતા છે અને તમે એફઆઇઆર નથી નોંધી રહ્યાપ આપણે કેવી અરાજકતાની સ્થિતિમાં જીવી રહ્યા છીએ.નિવૃત્ત જજ રાજેશભાઈ ઓઝાની પુત્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, તેના પિતા રાજેશભાઈ ઓઝા વર્ષ ૨૦૧૬માં અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા હતા અને બાદમાં નિવૃત્ત થયા હતા. તેઓ સપ્ટેમ્બર-૨૦૨૩થી રહસ્યમય સંજોગોમાં ઘરેથી ગુમ થઈ ગયા છે. અરજદારે ઓક્ટોબર-૨૦૨૩માં શાહીબાગ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ નહી કરી માત્ર જાણવા જોગ એન્ટ્રી કરી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તેના પિતાનું નિવૃત્ત જજ તરીકેનું ફેમીલી પેન્શન મેળવવા માટે પણ એફઆઇઆર જરૂરી છે. અરજદારે તેના પિતાને શોધવા માટે પોલીસને સીટ અથવા માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા તપાસની પણ માંગ કરી હતી.

Related posts

ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન!

Master Admin

ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું રચાયું

Master Admin

ગુજરાત માથે રૂપિયા ૩.૮૦ લાખ કરોડનું દેવું

Master Admin

Leave a Comment

Translate »