Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

છ વર્ષના બાળક સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

નારણપુરા દુષ્કર્મ કેસમાં આરોપીને કડક સજા

ફુગ્ગાની લાલચ આપીને બાળકને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પોક્સો કોર્ટે ચાર લાખનું વળતર ચૂકવવા કર્યો આદેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ , તા.૨૭ નવેમ્બર ૨૦૨૬ — શહેરના નારણપુરા વિસ્તારમાં સગીર વયના ૬ વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરવાના ચકચારી કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક અને સખત ચુકાદો આપતા આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ ઠાકોરને દોષી ઠેરવી પોક્સો કાયદા અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોર્ટે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ગત ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં ભોગ બનનાર ૬ વર્ષ ૧૧ માસનું માસૂમ બાળક પોતાના ઘરની બહાર રમતું હતું. તે દરમિયાન આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલે બાળકને ફુગ્ગો અપાવવાની લાલચ આપી હતી અને તેને ફોસલાવીને પોતાના ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ માસૂમ બાળક ગભરાયેલી સ્થિતિમાં રડતો-રડતો પોતાના ઘરે ગયો હતો અને તેની નાનીને હકીકત જણાવી હતી. બાળકની તબિયત લથડતાં અને ગુપ્ત ભાગે અસહ્ય દુખાવો થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ ડી.એમ. ઠાકોરે ફરિયાદપક્ષ દ્વારા કુલ ૧૧ સાક્ષીઓની મૌખિક જુબાનીઓ અને ૨૭ જેટલા દસ્તાવેજી પુરાવા(જેમાં જન્મનું પ્રમાણપત્ર, મેડિકલ રિપોટ્‌ર્સ, એફ.એસ.એલ. અહેવાલ અને પંચનામાનો સમાવેશ થાય છે) કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. બાળકની ઉંમર સાબિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ નોંધણી વિભાગના રેકર્ડને આધારે તેની જન્મ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૧૯ હોવાનું અને બનાવ વખતે તેની ઉંમર માત્ર ૬ વર્ષની હોવાનું સ્પષ્ટપણે પુરવાર થયું હતું. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પાયાના પુરાવાઓ ધ્યાને લેતાં નોંધ્યું હતું કે આરોપી સામે પોક્સો કાયદા હેઠળના ગુનાઓ શંકાથી પર સાબિત થાય છે. આથી કોર્ટે આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ ઠાકોરને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.

Related posts

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

Master Admin

જામજોધપુરના મેઘપર આંબરડી ગામે રૂ. ૪૨.૩૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Master Admin

બોપલ સમર યોગ કેમ્પમાં જોવા મળ્યો કળાનો ત્રિવેણી સંગમ: 20 વર્ષની અવિરત સેવા બદલ ચીફ ટ્રેનર ડૉ.ઈલાબેન દોશી ‘નારી શક્તિ સન્માન’થી સન્માનિત

Master Admin

Leave a Comment

Translate »