Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

બુલંદશહરમાં આકાશમાંથી પડ્યો ૫૦ કિલોનો બરફનો ટુકડો

ગામમાં રહસ્યમય ઘટનાથી લોકોમાં ભારે કુતૂહલ

રોસલા ગામમાં પશુઓની વચ્ચે પડ્યો વિશાળ બરફનો ટુકડો, જોરદાર અવાજથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
બુલંદશહર, તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ — બુલંદશહર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં ઉંચાગાંવ વિસ્તારના રોસલા ગામમાં મંગળવારે સવારે અચાનક આકાશમાંથી આશરે ૫૦ કિલો વજનનો બરફનો મોટો ટુકડો પડતાં લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે લગભગ ૧૧ઃ૪૫ વાગ્યે રામસિંહ નામના વ્યક્તિના પુત્રના ઘરની પાછળ ખીલે પશુઓ બાંધવામાં આવ્યા હતા. તે દરમિયાન અચાનક આકાશમાંથી બરફનો વિશાળ ટુકડો આવીને પશુઓની વચ્ચે પડ્યો હતો. બરફનો ટુકડો જમીન પર પડતાં જ જોરદાર અવાજ થયો હતો. અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને પોતપોતાના ઘરો તરફ દોડી ગયા હતા. ઘટનાસ્થળે પડેલા બરફના ટુકડાનું વજન આશરે ૫૦ કિલો હોવાનું જણાવવામાં આવ્યું છે. આટલો મોટો બરફનો ટુકડો આકાશમાંથી કેવી રીતે પડ્યો તે અંગે ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.હાલમાં આટલો મોટો બરફનો ટુકડો ક્યાંથી આવ્યો અને આકાશમાંથી પડવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ અસામાન્ય ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કુતૂહલ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

UGCની નવી ગાઈડલાઈન સામે દેશભરમાં વિરોધ

Master Admin

અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનરનો ખુલાસો

Master Admin

ભારતીય કૃષિમાં મહિલાઓના સશક્તિકરણ માટેની કોર્ટેવાની #2MillionWomen પહેલનાં બે વર્ષ પૂરા થયા

Master Admin

Leave a Comment

Translate »