Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

આરોપી PSIએ પિસ્તોલ બતાવી કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ!

ખાખીધારી નરાધમનો આતંક

પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે ૩ અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા | ૧૭મી ઓક્ટોબર ૨૦૨૬ | બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. પાલનપુરના ગઢ પોલીસ લાઇન વિસ્તારમાં રાધનપુરના એક ઁજીૈં દ્વારા પિસ્તોલ બતાવી યુવતીના અપહરણનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ બેડામાં પણ સોંપો પડી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જે સમયે આ ઘટના બની ત્યારે પીડિતા યુવતીનો પરિવાર નવરાત્રિમાં ગરબે રમવા માટે ગયો હતો. આરોપી ઁજીૈં પ્રવીણ મોરીએ આ જ તક ઝડપી લીધી હતી અને ઘરમાં એકલી રહેલી યુવતીને નિશાન બનાવી હતી. આરોપીએ પિસ્તોલ બતાવી યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે.

અપહરણના આ ભયાનક પ્રયાસ સામે યુવતીએ હિંમત દાખવીને જોર-જોરથી બૂમાબૂમ કરી હતી. યુવતીના અવાજ સાંભળીને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપી ઁજીૈંને ઝડપી લીધો હતો. સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં વોશરૂમ જવાના બહાને નરાધમ ઁજીૈં પ્રવીણ મોરી પોલીસની પકડમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

આરોપી PSI પ્રવીણ મોરી સામે અગાઉ પણ આ જ યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગી ચુકેલો છે. અગાઉનો કેસ ચાલુ હોવા છતાં ફરીથી આ પ્રકારની હરકત સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતાને ઢસડીને માર માર્યાનો પણ ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને આરોપી ઁજીૈં પ્રવીણ મોરી વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે ૩ અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની પ્રથમ MET સંસ્થા NAMTECHની મુલાકાત લીધી

Master Admin

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરનાં ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

Master Admin

૩૨૨ સિંહના બે વર્ષમાં મૃત્યુ : સૌથી વધુ ૧૪૮ સિંહબાળનાં મૃત્યુ થયાં

Master Admin

Leave a Comment

Translate »