એલઓટીએસ (લૉયર ઑન ધ સ્પોટ), એક કાનૂની સહાય માટેનું ઍડ-ઑન છે, જે લાયબિલિટી-ઓન્લી કવર સહિત પ્રાઇવેટ કાર, ટૂ-વ્હીલર અને વ્યાવસાયિક વાહનની પૉલિસીઓમાં ઉપલબ્ધ રહેશે
પુણે | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી હતી)એ આજે મોટર પૉલિસીધારકો માટે 24×7 રોડસાઇડ કાનૂની સહાય પૂરી પાડતી ઍડ-ઑન સુવિધા એલઓટીએસ (લૉયર ઑન ધ સ્પોટ) રજૂ કરવા માટે ‘લોયર્ડ’ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ મોટર ઇન્શ્યોરન્સના અનુભવમાં રહેલી એક મહત્વપૂર્ણ ખામીને દૂર કરવાનો છે. આ પહેલ દ્વારા ગ્રાહકોને માર્ગમાં અકસ્માત અથવા અન્ય રોડસાઇડ બનતી ઘટનાઓ બાદ કાનૂની અથવા પ્રક્રિયા સંબંધિત પડકારોનો સામનો કરવો પડે ત્યારે કાનૂની માર્ગદર્શન અને સ્થળ પર જ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
એલઓટીએસના માધ્યમથી, પૉલિસીધારકો પોલીસ પ્રક્રિયાઓ, એફઆઇઆર, વાહનની જપ્તી, ટ્રાફિક ચલાન અને સંબંધિત ડૉક્યુમેન્ટેશન વિશે ચોવીસે કલાક કાનૂની માર્ગદર્શન મેળવી શકે છે. જ્યાં ભૌતિક રૂપે હસ્તક્ષેપની જરૂર હોય, ત્યાં ગ્રાહકો લૉયર્ડના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા વકીલની સહાય પણ મેળવી શકે છે.
માર્ગ પર અકસ્માત થયા બાદ ઊભા થતા કાનૂની પડકારોનો સામનો કરવો
માર્ગ અકસ્માતને કારણે ઘણી કાનૂની અને પ્રક્રિયા સંબંધિત જટિલતાઓ ઊભી થઈ શકે છે જેનો સામનો કરવા માટે વાહનના માલિકો ઘણીવાર તૈયાર હોતા નથી. તાત્કાલિક ઘટના ઉપરાંત, મોટર ચાલકોએ પોલીસ પ્રક્રિયાઓ, એફઆઇઆર ઔપચારિકતાઓ, વાહનની જપ્તી, ડૉક્યુમેન્ટેશન અને ટ્રાફિક ચલાનનો સામનો કરવો પડી શકે છે અને આવી પરિસ્થિતિમાં ઘણીવાર તેમને પોતાના કાનૂની અધિકારો અથવા આગળ ક્યા પગલાં લેવા જરૂરી છે તેની સ્પષ્ટ જાણકારી હોતી નથી. આવી પરિસ્થિતિઓમાં, સમયસર અને વિશ્વસનીય કાનૂની માર્ગદર્શનની ઉપલબ્ધતા ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં અને આગળની કાર્યવાહી કરવામાં મહત્ત્વપૂર્ણ ફરક લાવી શકે છે.
એલઓટીએસના માધ્યમથી, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ તેના મોટર પૉલિસીધારકોને ટેલિફોન પર માર્ગદર્શન અને જરૂર પડે ત્યાં ઑન-ગ્રાઉન્ડ સપોર્ટ દ્વારા યોગ્ય કાનૂની સહાય પ્રદાન કરી રહ્યું છે. આ ગ્રાહકોને શામેલ પ્રક્રિયાઓને સમજવામાં, નિષ્ણાતની સલાહ મેળવવામાં અને અપરિચિત કાનૂની પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે યોગ્ય પગલાં લેવામાં સક્ષમ બનાવે છે.
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં વ્યાપક સહાય
મોટર ઇન્શ્યોરન્સ કવરના પ્રકારને ધ્યાનમાં લીધા વિના કાનૂની અને પ્રક્રિયા સંબંધી પડકારો ઉદ્ભવી શકે છે તે ધ્યાનમાં રાખીને, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ એલઓટીએસને તેના મોટર ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોમાં ઍડ-ઑન તરીકે ઘણું ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આમાં કોમ્પ્રિહેન્સિવ, સ્ટેન્ડઅલોન ઑન ડેમેજ અને લોન્ગ-ટર્મ પૉલિસીઓ તેમજ લાયબિલિટી-ઓન્લી કવર, પ્રાઇવેટ કાર, ટૂ-વ્હીલર અને વ્યાવસાયિક વાહનોનો સમાવેશ થાય છે.
પૉલિસીધારકો માટે એલઓટીએસની મુખ્ય વિશેષતાઓ
- 24×7 કાનૂની સહાય: અકસ્માત સંબંધિત પ્રક્રિયાઓ, પોલીસ વાતચીત, વાહનની જપ્તી અને ડૉક્યુમેન્ટેશન પર ચોવીસે કલાક ટેલિફોન પર માર્ગદર્શન ઉપલબ્ધ.
- ઑન-ગ્રાઉન્ડ કાનૂની સહાય: જ્યાં પણ ભૌતિક રીતે હસ્તક્ષેપની જરૂર હોય, ત્યાં સર્વિસની શરતોને આધિન, લોકેશન પર સહાયતા માટે સ્થાનિક વકીલની ઍક્સેસ.
- કાનૂની પ્રક્રિયાઓ અને ડૉક્યુમેન્ટેશન: એફઆઇઆર સંબંધિત ઔપચારિકતાઓ, વાહન રિલીઝ અને સંબંધિત અધિકારીઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા પર માર્ગદર્શન.
- ટ્રાફિક ચલાન સંબંધિત સહાય: ઇન્શ્યોર્ડ વાહન સાથે સંકળાયેલા બાકી ટ્રાફિક ચલાનની વિગતો મેળવવા અને તેના નિકાલ માટે જરૂરી સહાય.
આ સર્વિસ લોયર્ડ દ્વારા 80,000 થી વધુ પેનલ કરાયેલા વકીલોના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા સમર્થિત છે, જે ભારતના 98% પિનકોડ વિસ્તારોમાં સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. ચોવીસે કલાક કાર્યરત પ્રતિસાદ ડેસ્ક અને કેસને ટ્રૅક કરવાની વ્યવસ્થા પણ સમગ્ર સહાય પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને સતત જરૂરી સહયોગ પૂરો પાડે છે.
આ જાહેરાત અંગે વાત કરતાં, બજાજ જનરલ ઇન્શ્યોરન્સના કમર્શિયલના ચીફ ટેક્નિકલ ઑફિસર – શ્રી અમરનાથ સક્સેનાએ જણાવ્યું હતું કે, “ઇન્શ્યોરન્સ પ્રસ્તાવનું મૂલ્ય માત્ર ફાઇનાન્શિયલ નુકસાન સામે તે કેટલું રક્ષણ પૂરું પાડે છે તેના આધારે જ નહીં, પરંતુ અણધાર્યા પડકારોનો સામનો કરતી વખતે તે ગ્રાહકોને કેટલી અસરકારક રીતે સહાય કરે છે તેના આધારે પણ આંકવું જોઈએ. રોડ પર કાનૂની પરિસ્થિતિનો સામનો કરતા વાહનચાલક માટે, સમયસર અને વિશ્વસનીય માર્ગદર્શન ન મળે તો પહેલેથી જ ઉભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. લોયર્ડ સાથેની અમારી પાર્ટનરશિપ દ્વારા, અમે અમારા મોટર પૉલિસીધારકોને, તેઓ દેશમાં જ્યાં પણ હોય ત્યાં, યોગ્ય કાનૂની સહાયની ઍક્સેસ આપી રહ્યા છીએ.
બહુવિધ ભારતીય ભાષાઓમાં ચોવીસે કલાકના સમર્થન અને પેનલમાં શામેલ વકીલોના વ્યાપક નેટવર્ક સાથે, ગ્રાહકો પોતાની કાનૂની સ્થિતિને સમજવા, માહિતગાર નિર્ણયો લેવા અને યોગ્ય પગલાં લેવા માટે નિષ્ણાતોનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. ફાઇનાન્શિયલ સુરક્ષાથી વધુ વ્યાપક સહાય પ્રસ્તાવ સુધી મોટર ઇન્શ્યોરન્સની ભૂમિકાને વિસ્તૃત કરવામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો તેમના હિતોને સુરક્ષિત કરવા અને વાહનની માલિકી સાથે સંકળાયેલા વ્યાપક પડકારોનો સામનો કરવા માટે નિષ્ણાતોનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.”
લોયર્ડના સ્થાપક અને સીઇઓ હિમાંશુ ગુપ્તાએ કહ્યું, “અકસ્માત પછી શરૂઆતના કલાકોમાં ડ્રાઇવરને મોટાભાગે મિકેનિકલ નહીં, પરંતુ કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે કે પોલીસ સ્ટેશન પર શું કરવું અથવા જપ્તી કરેલા વાહનને કેવી રીતે છોડાવવું, અને તે શરૂઆતના કલાકોમાં લેવાયેલાં પગલાં આગળની સમગ્ર પ્રક્રિયાને અસર કરી શકે છે. જ્યારે બજાજ જનરલ ઇન્શ્યોરન્સની પહોંચ ધરાવતો ઇન્શ્યોરર તે સમયગાળામાં વકીલની સહાય ઉપલબ્ધ કરાવે છે, ત્યારે સંકટની સ્થિતિમાં કાનૂની મદદ શોધવાની જરૂર રહેતી નથી અને પરંતુ તે વાહનની જવાબદારીપૂર્વકની માલિકીનો એક અભિન્ન ભાગ બની જાય છે.”
એલઓટીએસ સાથે, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ તેના મોટર પૉલિસીધારકોને ઉપલબ્ધ સહાયના કાર્યક્ષેત્રને વિસ્તારી રહ્યું છે, આ પહેલ એ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે વાહન માલિકોની જરૂરિયાતો માત્ર નાણાકીય નુકસાન સામે રક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વાહનની માલિકી દરમિયાન ઊભા થઈ શકે તેવા વ્યવહારુ અને કાનૂની પડકારોનો સામનો કરવા માટે પણ તેમને સહાયની જરૂર હોય છે.
== ♦♦ ♦♦ ♦♦ ==

