Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૨.૧૨ લાખ કરોડના સૈન્ય ખરીદી પ્રસ્તાવોને DACની મંજૂરી

સંરક્ષણ ક્ષેત્રે ભારતનો મોટો નિર્ણય

ત્રણેય સૈન્ય દળો માટે શસ્ત્રો, હેલિકોપ્ટર અને ડ્રોન ખરીદાશે, ૮૨ ટકા સાધનો સ્વદેશી હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ –– સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે સોમવારે મળેલી ‘ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ’ (ડ્ઢછઝ્ર)ની બેઠકમાં ત્રણેય સૈન્ય દળો માટે અંદાજે ૨.૧૨ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી’ (ર્છદ્ગ) એટલે કે આવશ્યકતા સ્વીકૃતિ મંજૂરી આપવામાં આવી છે. આ કુલ ખરીદીમાંથી લગભગ ૮૨% સાધનસામગ્રી સ્થાનિક ઉદ્યોગો પાસેથી મેળવવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મંજૂરીઓમાં આર્મી, નેવી અને એરફોર્સની ઓપરેશનલ ક્ષમતાઓ, ગતિશીલતા અને યુદ્ધ સજ્જતાને મજબૂત કરવાના હેતુથી લશ્કરી પ્લેટફોર્મ્સ, શસ્ત્રો તેમજ સર્વેલન્સ સિસ્ટમ્સની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે. ડીએસી દ્વારા સેના માટે હાઇ મોબિલિટી વ્હીકલ્સ , સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ્સ, ગન શોટ રિસ્પોન્સ સિસ્ટમ્સ (ય્જીઇજી), લાઇટ મલ્ટી-રોલ હેલિકોપ્ટર્સ (ન્સ્ઇૐ), વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સ , પ્લેટફોર્મ-આધારિત કાઉન્ટર-અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (ઝ્ર-ેંછજી), લોંગ-રેન્જ માનવરહિત એરિયલ સિસ્ટમ્સ, સર્વેલન્સ યુએવી (ેંછફજ), ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ એન્ડ સ્ટ્રાઇક સિસ્ટમ્સ તેમજ લોંગ રેન્જ કામિકાઝી ડ્રોન સિસ્ટમ્સની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી અપાઈ છે.આ હાઇ મોબિલિટી વ્હીકલ્સ દુર્ગમ વિસ્તારોમાં લોજિસ્ટિક્સ અને સૈનિકોની અવરજવરને ઝડપી બનાવશે, જ્યારે સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેક્ડ ગન સિસ્ટમ્સ સૈન્યને યુદ્ધભૂમિમાં સમાન ગતિશીલતા અને અગ્નિશક્તિ (ફાયરપાવર) આપશે. ય્જીઇજી રિયલ-ટાઇમ પરિસ્થિતિજન્ય જાગરૂકતા પૂરી પાડીને સેનાની તાકાતમાં વધારો કરશે. આ ઉપરાંત, ન્સ્ઇૐ હેલિકોપ્ટર્સનો ઉપયોગ આર્મી અને વાયુસેના દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરવા, સર્વેલન્સ, લડાયક કામગીરી, શોધ અને બચાવ (જીીટ્ઠષ્ઠિર ટ્ઠહઙ્ઘ ઇીજષ્ઠેી) તેમજ આપત્તિ રાહત મિશન માટે કરવામાં આવશે. ફજીર્ૐંઇછડ્ઢજી સિસ્ટમ્સ હવાઈ જોખમો સામે લડવાની સેનાની ક્ષમતા વધારશે, જ્યારે પ્લેટફોર્મ-આધારિત ઝ્ર-ેંછજી આધુનિક યુદ્ધભૂમિ પર ટેન્કોની સુરક્ષા વધુ મજબૂત કરશે. વિવિધ સર્વેલન્સ અને ડ્રોન સિસ્ટમ્સ આર્મીની ટાર્ગેટિંગ અને સર્વેલન્સ ક્ષમતાને વધુ ઘાતક બનાવશે. નૌકાદળ માટે કાઉન્સિલે એક્ટિવ ઓફબોર્ડ ડીકોય સિસ્ટમ્સ (ર્છંડ્ઢજી) અને અન્ય મહત્વપૂર્ણ નેવલ પ્લેટફોર્મ્સની ખરીદી માટે મંજૂરી આપી છે. ર્છંડ્ઢજી સિસ્ટમ નૌકાદળની એન્ટી-મિસાઇલ સંરક્ષણ ક્ષમતાને વધુ સક્ષમ બનાવશે, ખાસ કરીને આધુનિક એન્ટી-શિપ મિસાઇલો સામે તે જહાજોને સુરક્ષા કવચ પૂરું પાડશે. સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ પામનારા આ નેવલ પ્લેટફોર્મ્સમાં આધુનિક યુદ્ધ ક્ષમતાઓ હશે, જે નેવીની એકંદર લડાયક ક્ષમતામાં મોટો વધારો કરશે. વાયુસેનાના હવાઈ સંરક્ષણ અને યુદ્ધ લડવાની ક્ષમતાઓને સુદ્રઢ કરવા માટે હેલિકોપ્ટર્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સ, શસ્ત્રો અને મોબાઇલ એક્સ-બેન્ડ ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સ્પેશિયલ યુટિલિટી હેલિકોપ્ટર્સ વાયુસેનાની હવાઈ પરિવહન જરૂરિયાતોને પૂર્ણ કરશે, જ્યારે એક્સ-બેન્ડ ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સ સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં હવામાન સંબંધિત સચોટ અને ઉચ્ચ-રિઝોલ્યુશનવાળી માહિતી પૂરી પાડશે.

Related posts

ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ

Master Admin

પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો

Master Admin

સ્ટેલાન્ટિસ દ્વારા ભારતમાં ₹4,000 કરોડની નવી પ્રતિબદ્ધતાઓ સાથે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશઃ જીપ® અને સિટ્રોએન ફાસ્ટલેન 2030 હેઠળ 12 પ્રોડક્ટ રજૂ કરશે

Master Admin

Leave a Comment

Translate »