Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મેક્સિકોમાં કાર્ટેલ સરદારની ધરપકડ બાદ ભીષણ ગોળીબાર, ૧૧નાં મોત

ડ્રગ કાર્ટેલ ચીફની ધરપકડથી મેક્સિકોમાં હિંસા

સિનાલોઆ રાજ્યમાં સુરક્ષા દળો અને કાર્ટેલ સભ્યો વચ્ચે અથડામણ, વાહનો-દુકાનો સળગાવાયાં, નાગરિકોમાં ફફડાટ ફેલાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુઆસાવે, તા.૨૩ નવેમ્બર ૨૦૨૬ — મેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં કુખ્યાત ડ્રગ કાર્ટેલના સરદાર ઈસિદ્રો મેઝા ફ્લોરેસ ઉર્ફે અલ ચાપો ઈસિદ્રોની ધરપકડ પછી ભયાનક હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણોમાં સાત શંકાસ્પદ કાર્ટેલ સભ્યો અને ચાર મેક્સિકન સૈનિકો સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતા. અમેરિકાની એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ આ ગુનેગારને શનિવારે પકડીને મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો.ગુઆસાવે શહેરમાં શુક્રવારે રાત્રે આશરે સાત કલાકે કાર્ટેલના સભ્યો અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. શહેરમાં સૈન્ય હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વાહનો અને દુકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. કાર્ટેલે રસ્તાઓ પર ઓછામાં ઓછા દસ અવરોધો ઊભા કર્યા હતા. ભયભીત નાગરિકોએ ગોળીબારથી બચવા દુકાનો અને અન્ય સ્થળોએ આશરો લીધો હતો.મેઝા ફ્લોરેસ બેલ્ટ્રાન લેયવા કાર્ટેલનો મુખ્ય નેતા હતો અને પછી તેણે પોતાની ગુનાહિત ગેન્ગ સ્થાપી હતી. અમેરિકા દ્વારા તેની ધરપકડ માટે પચાસ લાખ ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવાના આરોપો હેઠળતે વોન્ટેડ હતો. અમેરિકી ગુપ્તચર માહિતીની મદદથી મેક્સિકન સત્તાવાળાઓએ તેને ઝડપી લીધો હતો. બંને દેશોએ આ કાર્યવાહીને સુરક્ષા ક્ષેત્રે મોટી સફળતા ગણાવી છે.જો કે નિષ્ણાંતોના મતે કાર્ટેલના મોટા નેતાઓની ધરપકડથી હિંસા અટકવાને બદલે સત્તા માટેની આંતરિક લડાઈ વધી શકે છે. સિનાલોઆમાં વિવિધ કાર્ટેલ જૂથો વચ્ચે પહેલેથી જ વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. વિશ્લેષકો ચેતવણી આપે છે કે માત્ર મુખ્ય નેતાઓને પકડવાથી સમગ્ર ગુનાહિત નેટવર્સ નષ્ટ નથી થતું. તેના શૂટરો, ડ્રગ વેપારીઓ અને રાજકીય તથા પોલીસ સંપર્કો યથાવત રહે છે. તેથી લાંબા ગાળાની શાંતિ હજી પડકારરૂપ છે.

Related posts

મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા

Master Admin

એપસ્ટિન ફાઈલ્સના કારણે યુકેના રાજકારણમાં ભૂકંપ

Master Admin

અમેરીકાએ ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવ્યો

Master Admin

Leave a Comment

Translate »