Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુરોપમાં અમેરિકાના સ્થળો પર હુમલાની ઇરાનની તૈયારી

યુએઈએ ઇરાન સાથેના વ્યાપારી સંબંધો ખતમ કર્યા

ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે, જો ટ્રમ્પ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલો કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ — ઇરાન હવે અમેરિકા સામેના યુદ્ધને યુરોપ સુધી લઈ જવાનું ખોફનાક આયોજન તૈયાર કરી રહ્યુ છે. ઇરાન અમેરિકા પર એવો બરોબરનો પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે કે તે મધ્યપૂર્વની દિશા જ ભૂલી જાય. ઇરાન અમેરિકા સાથે આર પાર કરવાના મિજાજમાં છે. જો ટ્રમ્પ હજી પણ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરશે.

ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં ફક્ત મધ્યપૂર્વ સુધી જ સીમિત રાખ્યું હતું. અમેરિકન હુમલાનો જવાબ ઇરાન દુબઈ, કુવૈત જેવા સ્થળો પર હુમલા કરીને આપતું હતું, પરંતુ ઇરાન હવે આ યુદ્ધને ફક્ત મધ્યપૂર્વ પૂરતુ મર્યાદિત ન રાખતા યુરોપ સુધી લઈ જવા પર ગંભીર રીતે વિચારી રહ્યુ છે અને તેની તૈયારીમાં પણ લાગી ગયું છે.

ઇરાનની સરકારના બે નજીકના લોકોને ટાંકીને બ્રિટિશ અખબારે જણાવ્યું હતું કે ઇરાનનું લશ્કર દક્ષિણ-પૂર્વી યુરોપના દેશોમાં અમેરિકના લશ્કરના કેન્દ્રો પર હુમલા કરી શકે છે. તેમા બલ્ગેરિયાનો પણ સમાવેશ થાય છે. બલ્ગેરિયાએ ગયા મહિને જ અમેરિકાના રીફ્યુલિંગ એરક્રાફ્ટ માટે પોતાના બેજમર એરબેઝનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.

એક સૂત્ર મુજબ સાઇપ્રસને પણ અમેરિકાના નવા હુમલાની સ્થિતિમાં ઇરાનનું સંભવિત લક્ષ્યાંક માનવામાં આવી રહ્યું છે. સાઇપ્રસમાં માર્ચમાં એક બ્રિટિશ એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઇરાનના લશ્કરે અલગથી હોર્મુઝની ખાડીમાં નીચે ફાઇબર ઓપ્ટિક કેબલને નિશાન બનાવવાની સંભાવનાની ચકાસણી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ઇરાની ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાની ધમકીઓ પર કાયમ રહે છે તો ઇરાન યુદ્ધમા વધુ આગળ આકરી કાર્યવાહી કરવાના અકલ્પનીય વિકલ્પો તૈયાર કરી રહ્યું છે.તેમા યુરોપમાં હુમલો કરવો તે મહત્ત્વનો વિકલ્પ છે.

બીજી બાજુએ ઇરાનના મિસાઇલ હુમલાથી કંટાળેલા યુએઈએ તેની સાથેના બધા જ વ્યાપારિક સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. આ ઇરાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ પગલાંના લીધે ઇરાન મધ્યપૂર્વમાં એકલું અટુલુ પડી જાય તેમ માનવામાં આવે છે. મંગળવારે યુએઈ પર ઇરાન દ્વારા વધુ બે મિસાઇલ છોડવામાં આવ્યા હતા, તેના પગલે યુએઈએ જણાવ્યું હતું કે હવે તેમની ધીરજનો અંત આવી ગયો છે. એક સમયના મહત્ત્વના વ્યાપારિક ભાગીદાર ઇરાન અને યુએઈના વ્યાપારી સંબંધો હવે ખતમ થઈ ગયા છે. એક સમયે યુએઈ ઇરાનમાંથી ૨૧ અબજ ડોલરની આયાત કરતું હતું. ઇરાનને હવે અમેરિકા વ્યાપારીક ધોરણે પણ એકલું અટુલુ પાડવાનું આયોજન ધરાવે છે.

Related posts

‘ઈરાનના હવાઇ હુમલાઓમાં ૨૨૮ અમેરિકન સૈન્ય ઉપકરણો નષ્ટ’

Master Admin

સાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે

Master Admin

અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેનેડા

Master Admin

Leave a Comment

Translate »