Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

દેશમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અવસાન પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | બે દિવસ પહેલાં ભૂજ નજીક ખાવડા હાઈવે પર એક અત્યંત હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઉતરાખંડના ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. આ મરણ પામનાર લોકોમાં આર્મી જવાન અને તેમનાં પરિવારજનોનો સમાવેશ થાય છે. પૂજ્ય મોરારિબાપુએ સંવેદના સાથે એમનાં પરિવારને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી છે.

રાજસ્થાનમાં કોટા નજીક મહારાષ્ટ્રના ધુલિયા ખાતેનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેમાં ૯ લોકોનાં મોત થયા હતા. પૂ બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી હતી.

સાવરકુંડલા નજીક એક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા ત્યારે તેમના પરિવારજનોને ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.

એક કરુણાંતિકા જૂનાગઢ જિલ્લામાં સર્જાઈ હતી જેમાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા ત્યારે પૂ બાપુએ આ પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  પૂ બાપુએ આ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ

Master Admin

કોઈ પણ સ્થળે નમાઝ પઢવી એ ધાર્મિક અધિકાર નથીઃ હાઈ કોર્ટ

Master Admin

જય શ્રીરામ આંદોલાત્મક પોકાર અને જય સિયારામ આનંદોલાત્મક પોકાર છે.

Master Admin

Leave a Comment

Translate »