— આ ચુકાદાથી મુસાફરો અને કેપ્ટન્સ માટે વધુ સ્પષ્ટતા અને નિશ્ચિતતા ઊભી થશે, સાથે જ બાઈક ટેક્સી ક્ષેત્રના જવાબદારીપૂર્ણ વિસ્તરણ અને સુવ્યવસ્થિત નિયમન માટેનો માર્ગ પણ મોકળો બનશે.
નવી દિલ્હી | ૨૦ નવેમ્બર ૨૦૨૬ | ભારતના સૌથી મોટા અને સસ્તા વન-સ્ટોપ મોબિલિટી પ્લેટફોર્મ રેપિડો (Rapido) સંચાલિત રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે કર્ણાટકમાં બાઈક ટેક્સી સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટના માનનીય ચુકાદાને આવકાર્યો છે. કંપનીએ આ ચુકાદાને ભારતમાં બાઈક ટેક્સી ક્ષેત્ર માટે ઐતિહાસિક અને નિર્ણાયક ક્ષણ ગણાવી છે. આ ચુકાદો લાખો મુસાફરો અને કેપ્ટન્સને સેવા આપતા આ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. સાથે જ વિવિધ રાજ્યોને બાઈક ટેક્સી માટે સ્પષ્ટ અને વ્યવહારુ નીતિઓ ઘડવા માટે વધુ મજબૂત આધાર પૂરો પાડશે. બાઈક ટેક્સી મામલે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ભારતમાં બાઈક ટેક્સી ક્ષેત્રના વિકાસમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેપિડોએ અગ્રણી ભૂમિકા ભજવી છે. આ ચુકાદો આ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટૂંકા અંતરની મુસાફરી તેમજ ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે બાઈક ટેક્સી એક મહત્વપૂર્ણ પરિવહન વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આ ઉપરાંત, તેના માધ્યમથી લાખો કેપ્ટન્સને લવચીક રીતે આવક મેળવવાની તક મળી છે અને દેશભરના મુસાફરોને પરિવહનના વધુ વિકલ્પો ઉપલબ્ધ થયા છે.
રેપિડોના સહ–સ્થાપક પવન ગુન્ટુપલ્લીએ જણાવ્યું હતું કે, “અમે માનનીય સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયને આવકારીએ છીએ. આ ચુકાદાથી કર્ણાટકમાં બાઈક ટેક્સી ક્ષેત્રને લઈને મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા થઈ છે અને દેશભરના આ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. વર્ષોથી બાઈક ટેક્સીએ ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલા શહેરોમાં મુસાફરોની અવરજવર સરળ બનાવવામાં, ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મજબૂત કરવામાં તેમજ કેપ્ટન્સ માટે લવચીક આવકની તકો ઊભી કરવામાં પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. આ ચુકાદો જમીની સ્તરે આ ક્ષેત્ર ભજવી રહેલી ભૂમિકાને માન્યતા આપે છે અને પરિવહન વ્યવસ્થામાં તેના સતત વિકાસ તથા એકીકરણ માટે વધુ મજબૂત પાયો પૂરો પાડે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “રેપિડો માટે આ માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ અમે સતત જે માન્યતા સાથે આગળ વધી રહ્યા છીએ તેનું સમર્થન પણ છે. ભારતને એવા પરિવહન ઉકેલોની જરૂર છે, જે લોકોની વાસ્તવિક મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હોય. દેશમાં ટુ-વ્હીલર્સ સૌથી વધુ માલિકી ધરાવતા અને સરળતાથી ઉપલબ્ધ પરિવહન સાધનોમાં સામેલ છે. તેનો વધુ ઉત્પાદક ઉપયોગ સુનિશ્ચિત કરવાથી મુસાફરો, કેપ્ટન્સ અને શહેરો માટે નોંધપાત્ર મૂલ્યનું સર્જન થઈ શકે છે. બાઈક ટેક્સી ક્ષેત્રને સુરક્ષિત, જવાબદાર, નિયમનબદ્ધ અને વ્યાપક સ્તરે વિકસિત કરવાના આગામી તબક્કામાં લઈ જવા માટે અમે કર્ણાટક સરકાર સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
ભારતની શહેરી પરિવહન વ્યવસ્થામાં બાઈક ટેક્સી એક સ્વતંત્ર અને મહત્ત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. ખાસ કરીને ટૂંકા અંતરની એકલ મુસાફરી તેમજ ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે તેની ઉપયોગિતા વધી છે. બેંગલુરુ જેવા શહેરોમાં, જ્યાં મુસાફરોને ટ્રાફિકની સમસ્યા, વિસ્તરતા મેટ્રો નેટવર્ક અને વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા રોજગાર કેન્દ્રો વચ્ચે અવરજવર કરવી પડે છે, ત્યાં બાઈક ટેક્સી બસ, મેટ્રો, ઓટો અને કેબ જેવી પરિવહન સેવાઓને પૂરક બની શકે છે. આ સેવાઓ સાથે સ્પર્ધા કરવાને બદલે તે પરિવહન વ્યવસ્થાને વધુ સુગમ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
કેપ્ટન્સ માટે પણ આ મોડલ પરિવહન ક્ષેત્રે આવક મેળવવાની તકને વધુ સરળ બનાવે છે. ખાસ કરીને વ્યક્તિ પોતાની માલિકીના ટુ-વ્હીલરનો ઉપયોગ કરીને આવક ઊભી કરી શકે છે, જેના કારણે આ ક્ષેત્રમાં જોડાવા માટેનો પ્રારંભિક અવરોધ ઘટે છે.
કર્ણાટકમાં હવે કાનૂની સ્થિતિ વધુ સ્પષ્ટ બનતાં રેપિડો માને છે કે આ ક્ષેત્રનો આગામી તબક્કો જવાબદારીપૂર્ણ વિકાસ પર કેન્દ્રિત હોવો જોઈએ. બાઈક ટેક્સી ક્ષેત્રના વિકાસને સહયોગ આપવા માટે રેપિડો પોતાની ટેક્નોલોજી, કામગીરીનો અનુભવ અને સુરક્ષા વ્યવસ્થાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. આ ક્ષેત્રમાં ભારતની મલ્ટીમોડલ પરિવહન વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનવાની ક્ષમતા રહેલી છે.
== સમાપ્ત ==

