Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Health Carenational

મેડિકલ જગતમાં ખળભળાટઃ પશુઓનો જીવલેણ વાયરસ માણસમાં પ્રવેશ્યો!

દર્દીના મોત બાદ એક્શનમાં WHO

ફ્રાન્સમાં પશુઓમાં જોવા મળતા શામોન્ડા વાઇરસનો પ્રથમ માનવ કેસ નોંધાયો : ૬૦ વર્ષીય દર્દીનું મૃત્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ફ્રાન્સ, તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૬ — ફ્રાન્સમાં પશુઓમાં જોવા મળતા શામોન્ડા વાઇરસનો પ્રથમ માનવ કેસ નોંધાયો છે. ગુરુવારે જાહેર થયેલી માહિતી મુજબ, આ વાઇરસથી સંક્રમિત હોવાની આશંકા ધરાવતા ૬૦ વર્ષીય દર્દીનું મોત થયું છે. જોકે, ફ્રાન્સના આરોગ્ય અધિકારીઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે હાલ સામાન્ય લોકો માટે કોઈ જોખમ જણાતું નથી અને વાઇરસ વ્યાપક રીતે ફેલાવાની શક્યતા ઓછી છે. ફ્રાન્સ સરકારના જણાવ્યા અનુસાર, પૂર્વી ફ્રાન્સમાં આ ઉનાળા દરમિયાન પશુઓમાં વાઇરસ ફેલાયો હતો. આશંકા છે કે આ વિસ્તારમાં વાઇરસ ધરાવતા કરડતા નાનકડા જીવડાના કરડવાથી વ્યક્તિને ચેપ લાગ્યો હતો. મૃતકને લિયોનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દર્દી અન્ય એક ગંભીર બીમારીથી પીડિત હતો.

WHOના જણાવ્યા અનુસાર, હાલની માહિતી અને નજીકના પ્રકારના વાઇરસના ફેલાવાના અભ્યાસના આધારે આ એક અલગ માનવ કેસ છે. અત્યારે તે મોટા પાયે ફેલાય તેવી શક્યતા ઓછી છે. સંસ્થાએ આ મામલે ફ્રાન્સના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું છે. ફ્રાન્સના આરોગ્ય વિભાગના વડા ગ્રેગરી એમરીએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક અને વાઇરસવિજ્ઞાનની દૃષ્ટિએ આ અભૂતપૂર્વ ઘટના છે. દર્દીની રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી હોવાની બાબત પણ આ કેસ સાથે સંકળાયેલી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે, હાલ આરોગ્યની કટોકટી કે જાહેર ચેતવણીની સ્થિતિ નથી.
વિશ્વ પ્રાણી આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, શામોન્ડા વાઇરસ મુખ્યત્વે ગાયોમાં જોવા મળે છે. જોકે, ઘોડા, અલ્પાકા, ઘેટાં અને બકરાંમાં પણ તેની હાજરી નોંધાઈ છે. ચેપગ્રસ્ત ગાયોમાં ઝાડા, નબળાઈ, ભૂખ ન લાગવી અને ક્યારેક તાવ જેવાં લક્ષણો જોવા મળી શકે છે. ફ્રાન્સનાં નવ ડેરી ફાર્મમાં થયેલા એક અભ્યાસમાં દૂધના ઉત્પાદનમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ફ્રાન્સના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી ગાયમાંથી મનુષ્યમાં કે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ચેપ ફેલાવાનો કોઈ અહેવાલ નથી.

શામોન્ડા વાઇરસની ઓળખ ૧૯૬૦ના દાયકાના મધ્યમાં નાઇજીરિયામાં થઈ હતી. જુલાઈના અંતમાં દક્ષિણ જર્મની, સ્વિટ્‌ઝર્લૅન્ડ અને પૂર્વી ફ્રાન્સમાં બીમાર ગાયોના નમૂનાઓની તપાસ બાદ યુરોપમાં તેની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ યુરોપના અન્ય દેશોમાં પણ તેની હાજરી નોંધાઈ હતી. વાઇરસથી સંક્રમિત થવાની આશંકા ધરાવતા દર્દીના મોત છતાં, આરોગ્ય અધિકારીઓ હાલ સામાન્ય લોકો માટે જોખમ ઓછું હોવાનું જણાવી રહ્યા છે.

Related posts

પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ

Master Admin

૮૦ ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠક

Master Admin

ટાટા મોટર્સ દ્વારા ઓક્ટોબર 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમત વધારો જાહેર

Master Admin

Leave a Comment

Translate »