Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusinessnational

ટાટા મોટર્સ અને ટર્નો દ્વારા ઇલેક્ટ્રિક નાનાં કમર્શિયલ વાહનો અને પિકઅપ્સની માલિકીને સરળ બનાવવા ભાગીદારી

—કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિંગ યોજનાઓ અને ખાતરીપૂર્વક બાયબેક કાર્યક્રમ ઓફર કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર

મુંબઈ | ૧૧ નવેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી મોટી કમર્શિયલ ઉત્પાદક ટાટા મોટર્સે ભારતની પ્રથમ બેટરી ઇન્ટેલિજન્સ અને લાઇફસાઇકલ મેનેજમેન્ટ કંપની ફિન્ઝો ઇવી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ટર્નો) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે તેનાં ઇલેક્ટ્રિક નાનાં કમર્શિયલ વાહનો અને પિકઅપ્સ (e-SCVPU) ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિંગ યોજનાઓ ઓફર કરશે. ભાગીદારી હેઠળ ટાટા મોટર્સના ગ્રાહકોને ઝડપી લોન વિતરણ, સાનુકૂળ ચુકવણી યોજનાઓ અને 25% ખાતરીપૂર્વક બાયબેક ગેરંટી મળશે.

આ પ્રસંગે બોલતાં ટર્નોના ડિરેક્ટર શ્રી વરુણ નાયરે જણાવ્યું હતું કે, “ટર્નોમાં અમારો ધ્યેય EV માલિકીની યાત્રાને સરળ અને વધુ ફળદાયી બનાવીને સમગ્ર ભારતમાં ગ્રીન, શૂન્ય- ઉત્સર્જન મોબિલિટી તરફના પરિવર્તનને ગતિ આપવાનું છે. ઇલેક્ટ્રિક કમર્શિયલ મોબિલિટી ગતિ પકડે છે તેમ ગ્રાહકોને તેમના વાહનના જીવનચક્ર પર તેના મૂલ્ય વિશે વધુ સ્પષ્ટતા અને ખાતરીની જરૂર છે. ટાટા મોટર્સ સાથેની અમારી ભાગીદારી આ જરૂરિયાતોને પૂર્ણ કરવા અને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સંક્રમણને સરળ બનાવવા માટે કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિંગ અને ખાતરીપૂર્વક બાયબેક સપોર્ટને એકત્ર લાવે છે. બેટરી ઇન્ટેલિજન્સ અને EV જીવનચક્ર વ્યવસ્થાપનમાં અમારી કુશળતાનો ઉપયોગ કરીને અમારા ખાતરીપૂર્વક બાયબેક પ્રોગ્રામ સાથે અમે ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહનોની માલિકી અને પુનઃવેચાણ યાત્રા વિશે વધુ ખાતરી કરી રહ્યા છીએ.”

આ પહેલ પર બોલતાં ટાટા મોટર્સ લિમિટેડના SCVPUના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પિનાકી હલદારે જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ સ્વચ્છ મોબિલિટીની વ્યાપ્તિ વધારવા અને સક્ષમ લાસ્ટ માઈલ લોજિસ્ટિક્સ તરફ ભારતના સંક્રમણને ગતિ આપવા માટે પ્રતિબદ્ધ છે. વાહનની માલિકી સરળ, વરતારક્ષમ અને ચિંતામુક્ત બને ત્યારે અમારી e-SCVPU શ્રેણી શ્રેષ્ઠ પ્રદર્શન, વિશ્વસનીયતા અને સંચાલન અર્થશાસ્ત્ર પ્રદાન કરવા અને ઉચ્ચ સ્તરે ખરા અર્થમાં અપનાવવા માટે માટે રચાઈ છે. ટર્નો સાથેની અમારી ભાગીદારી ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ માલિકી સપોર્ટ પ્રદાન કરીને અમારા EV ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. નાણાકીય અવરોધોને દૂર કરીને અને લાંબા ગાળાના પુનઃવેચાણ મૂલ્યનું રક્ષણ કરીને અમે દેશભરના ગ્રાહકોને વધુ આત્મવિશ્વાસ સાથે શૂન્ય- ઉત્સર્જન મોબિલિટી અપનાવવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ.”

ટાટા મોટર્સ ભારતના ઇલેક્ટ્રિક કમર્શિયલ વાહન સંક્રમણમાં સૌથી વિશાળ e-SCVPU સાથે નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે, જેમાં Ace Pro EV, Ace EV 1000 અને ઇન્ટ્રા EV પિકઅપનો સમાવેશ થાય છે, જે વિવિધ કાર્ગો જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બહુવિધ લોડ ડેક રૂપરેખાંકનો અને પેલોડ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ વાહનો એક સર્વાંગી સક્ષમ ઇકોસિસ્ટમ દ્વારા સમર્થિત છે જેમાં 150થી વધુ શહેરોમાં 25,000થી વધુ જાહેર ચાર્જર્સ, ઉચ્ચ અપટાઇમ માટે દેશભરમાં 200થી વધુ સમર્પિત EV સપોર્ટ સેન્ટર્સ, સંપૂર્ણ સેવા 2.0 હેઠળ વ્યાપક જીવનચક્ર સંભાળ, ફ્લીટ એજ દ્વારા ફ્લીટ મેનેજમેન્ટ – ટાટા મોટર્સના કનેક્ટેડ વાહન પ્લેટફોર્મ અને અગ્રણી બેંકો, NBFCs અને ગતિશીલતા ફાઇનાન્સર્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો સમાવેશ થાય છે.

== સમાપ્ત ==

Related posts

તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં

Master Admin

Samsung Brings ‘AI Home: Future Living, Now’ to India

Reporter1

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા જાણીતા ફિટનેસ એન્ડ લાઈફ કોચ સપના વ્યાસ સાથે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »