Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગમાં હુમલાખોર સહિત ત્રણના મોત

ત્રણ પોલીસકર્મી ઘાયલ

એક પોલીસકર્મીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક અધિકારીની સર્જરી કરવી પડી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૬ — અમેરિકામાં ગન વાયલન્સ (બંદૂક હિંસા) ની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે સાંજે મિનિયાપોલિસ શહેરની એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ભયાનક ઘટનામાં હુમલાખોર સહિત કુલ ૩ લોકોના મોત થયા છે, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા ૩ પોલીસ અધિકારીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.મિનિયાપોલિસ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ ૯૧૧ પર બિલ્ડિંગમાં ગોળીબાર અંગે ઈમરજન્સી કોલ આવ્યો હતો. કોલ મળ્યાના માત્ર ૩ જ મિનિટમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ જ્યારે બિલ્ડિંગમાં દાખલ થયા ત્યારે તેમને ઘાયલ થયેલા લોકો મળ્યા હતા અને ઉપરના માળેથી ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો હતો.પોલીસ જવાનો જ્યારે અવાજની દિશામાં ઉપરના માળે પહોંચ્યા ત્યારે ત્યાં ધુમાડા જેવું વાતાવરણ હતું, જેના કારણે કાંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. શકમંદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.આ બચાવ કામગીરી દરમિયાન હુમલાખોરના ગોળીબારમાં ૩ પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. એક પોલીસકર્મીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક અધિકારીની સર્જરી કરવી પડી છે. હેન્નેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, ત્રણેય ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત હાલ સ્થિર છે અને તેઓ ખતરા બહાર છે.બિલ્ડિંગ બહાર બેઠેલા જુલિયસ બેલી નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે અચાનક ૮ જેટલી ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો અને એક મહિલાની ચીસો સંભળાઈ હતી. તેમણે એક રહેવાસીને હાથમાં પિસ્તોલ લઈને ફરતો જોયો હતો. ચશ્મદીદના કહેવા પ્રમાણે, આ શખ્સ પહેલાથી જ બધાની સામે બંદૂક બતાવવા માટે જાણીતો હતો અને તેના કારણે જ જૂન મહિનાથી લોકો તેનાથી અંતર જાળવીને રહેતા હતા.

Related posts

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

Master Admin

‘સુપ્રીમ‘ આદેશ બાદ અમેરિકાએ ૧૦૦ અબજ ડૉલર પાછા આપવા પડ્યા

Master Admin

‘એમની પાસે પૈસા નથી, અમે આખો દેશ ખરીદી લઇશું’

Master Admin

Leave a Comment

Translate »