Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

‘૨-૨.૫ હજાર રૂપિયા કરપ્શન નથી’, મહિલા મંત્રીના નિવેદનથી વિવાદ

ભાજપના મંત્રીના નિવેદનથી રાજકીય વિવાદ

ઉત્તર પ્રદેશનાં મંત્રી બેબી રાની મૌર્યએ પીએમ આવાસ યોજનામાં નાણાં વસૂલવાના મામલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, તપાસ ચાલુ હોવાનું જણાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૨૮ નવેમ્બર ૨૦૨૬ — ઉત્તર પ્રદેશના મહિલા કલ્યાણ, બાલ વિકાસ સેવા અને પુષ્ટાહાર મંત્રી તથા હાથરસના પ્રભારી મંત્રી બેબી રાની મૌર્યનું એક નિવેદન હાલ ચર્ચામાં આવ્યું છે. હાથરસના રમનપુરમાં યોજાયેલી ચૌપાલ દરમિયાન લાભાર્થીઓ પાસેથી નાણાં વસૂલવાના મામલે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.મંત્રી બેબી રાની મૌર્યએ જણાવ્યું હતું કે જો કોઈ લાભાર્થી પાસેથી પીએમ આવાસ યોજના હેઠળ આવાસના અરજીપત્રક માટે કાગળ બનાવવા ૨-૨.૫ હજાર રૂપિયા લેવાયા હોય, તો તે ભ્રષ્ટાચારની શ્રેણીમાં આવતું નથી, કારણ કે ઘણા લોકોના દસ્તાવેજો પૂરા કરાવવાના હોય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈએ ભ્રષ્ટાચારના નામે નાણાં લીધા હોય તો તેની સામે કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ સંબંધિત મામલે હ્લૈંઇ પણ નોંધાઈ ચૂકી છે અને તપાસ જારી છે.હાથરસ આગમન પર મંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને જિલ્લાધિકારી સત્ય પ્રકાશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બાળ વિવાહ નાબૂદી દિવસ નિમિત્તે તેમણે હસ્તાક્ષર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓ જનપ્રતિનિધિઓને બાળ વિવાહ અટકાવવાની શપથ લેવડાવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ લાભાર્થીઓને લેપટોપનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં મંત્રીએ મિશન શક્તિ, મહિલા સંબંધિત ગુના, પોક્સો એક્ટ, જીઝ્ર/જી્‌ કેસોની તપાસ-અભિયોજન તેમજ ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયાઓ સામેની કાર્યવાહીની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારીને શાળાઓનું નિયમિત નિરીક્ષણ કરવા અને વિદ્યાર્થીઓને મળવાપાત્ર રકમ સમયસર તેમના ખાતામાં ટ્રાન્સફર કરવા નિર્દેશ આપ્યા હતા.બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓએ ખાતર વિતરણ, રસ્તાના સમારકામ, નહેરોમાં પાણી, ટ્યુબવેલ માટે નિર્ધારિત રોસ્ટર મુજબ વીજળી, ગામડાઓમાં સફાઈ અને ગેરકાયદે ખનન અંગે રજૂઆતો અને સૂચનો કર્યા હતા. મંત્રીએ લોકહિતના કામોમાં બેદરકારી ન દાખવવા, ખાતર વિતરણનો રિપોર્ટ આપવા તેમજ નિર્ધારિત રોસ્ટર મુજબ વીજ પુરવઠો અને તૂટેલા થાંભલાઓની તાત્કાલિક મરામત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપ્યા હતા.

Related posts

આસારામની મુશ્કેલી વધી, ગેંગરેપના આરોપમાં રાહત પણ ઉંમર કેદની સજા રાખી યથાવત

Master Admin

સાઉથ આફ્રિકાના પર્યટન મંત્રી પેટ્રિશિયા દ લિલ ભારતની મુલાકાતે આવશેઃ જેમાં ભારત- સાઉથ આફ્રિકાની મજબૂત ભાગીદારી પર ભાર મૂકવામાં આવશે

Master Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

Master Admin

Leave a Comment

Translate »