Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ભારતમાં દર અઠવાડિયે ૩૬૧૯ સાયબર એટેક, બેંકો અને સરકારી સંસ્થાઓ નિશાન

ભારતમાં સાયબર હુમલાનું જોખમ વધ્યું

છ મહિનાના રિપોર્ટમાં ખુલાસો, શિક્ષણ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત, AI આધારિત હુમલાઓને લઈને CERT-Inએ પણ એલર્ટ આપ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ નવેમ્બર ૨૦૨૬ — દેશમાં ડિજિટલ ટેન્કોલોજીના વધતા ઉપયોગની સાથે સાયબર અપરાધનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ, ભારતની સરકારી સંસ્થાઓ, બેંકો અને ખાનગી કંપનીઓ પર દર અઠવાડિયે હજારોની સંખ્યામાં સાયબર હુમલા થઈ રહ્યા છે. ૨૫ મેથી ૧૬ નવેમ્બર ૨૦૨૬ સુધીના છ મહિનાના સમયગાળામાં ભારતીય સંસ્થાઓ પર દર અઠવાડિયે સરેરાશ ૩,૬૧૯ સાયબર હુમલા નોંધાયા છે. આ આંકડો વૈશ્વિક સરેરાશ ૨,૪૩૫ હુમલા કરતાં ઘણો વધારે છે, જે દેશની સાયબર સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાયબર અપરાધીઓના નિશાના પર સૌથી વધુ ભારતની સરકારી અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ છે. ભારતમાં બેંકિંગ માલવેરનો ખતરો દુનિયાની સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઝ્રઈઇ્‌-ૈંહ) દ્વારા પણ નાણાકીય વ્યવહારોમાં થતી છેતરપિંડી, પેમેન્ટ સિસ્ટમના દુરુપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) આધારિત સાયબર હુમલાઓ અંગે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંકડા મુજબ, ભારતમાં સરકારી સંસ્થાઓ પર દર અઠવાડિયે સરેરાશ ૩,૫૦૫ હુમલા થયા, જ્યારે વૈશ્વિક સરેરાશ ૨,૮૩૨ રહી છે. તેવી જ રીતે, નાણાકીય સંસ્થાઓ પર ભારતમાં ૪,૧૨૨ હુમલા થયા, જે વૈશ્વિક આંકડા ૨,૩૪૧ કરતાં ઘણા વધુ છે.અલગ-અલગ ક્ષેત્રો પર થયેલા હુમલાના વિશ્લેષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશમાં શિક્ષણ ક્ષેત્ર સાયબર હુમલાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યું છે, જ્યાં પ્રતિ સંસ્થા દર અઠવાડિયે સરેરાશ ૮,૭૦૬ સાયબર હુમલા નોંધાયા છે. ત્યારબાદ કન્ઝ્યુમર ગુડ્‌સ એન્ડ સર્વિસ ક્ષેત્રમાં ૪,૮૭૩, બિઝનેસ સર્વિસિસમાં ૪,૬૫૦ અને ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં ૪,૧૨૨ હુમલા થયા છે.રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા એક મહિનામાં ૯૦ ટકાથી વધુ ખતરનાક ફાઇલો (માલવેર) ઇન્ટરનેટ (વેબ)ના માધ્યમથી સિસ્ટમમાં પહોંચી છે. આ ઉપરાંત, બોટનેટ માલવેરની અસર ભારતમાં ૧૮.૭ ટકા રહી, જ્યારે વૈશ્વિક સરેરાશ ૧૩.૧ ટકા છે. ચિંતાજનક બાબત એ છે કે સર્વેક્ષણ કરાયેલી ૬૬ ટકા સંસ્થાઓમાં સુરક્ષા સંબંધિત ખામીઓ જોવા મળી છે.

Related posts

પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ

Master Admin

કોલેજના ક્લાસરૂમમાં ઘૂસી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માથામાં મારી ગોળી પછી પોતે પણ કરી લીધો આપઘાત

Master Admin

ઝેરી દૂધ પીવાથી ૧૬ લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

Master Admin

Leave a Comment

Translate »