Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujaratnational

અમદાવાદના બે માસ્ટરમાઇન્ડ સહિત ૩૨ આરોપીઓ બોગસ કોલ સેન્ટરથી ઝડપાયા

જોધપુરમાં આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો પર્દાફાશ

એપલના નામે અમેરિકન નાગરિકોને નિશાન બનાવી દર મહિને ૧.૫૦ કરોડની ઠગાઈ, નાણાંના તાર ચીન સુધી જોડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
જોધપુર, તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ | રાજસ્થાનના જોધપુર શહેરના બાસની વિસ્તારમાં ધમધમતા એક આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. પોલીસે આ કોલ સેન્ટર ચલાવતા અમદાવાદના બે મુખ્ય સૂત્રધાર મૌલિક પંડ્યા અને હરવિજયસિંહ સહિત કુલ ૩૨ આરોપીઓની ધરપકડ કરી છે.જોધપુરઃ રાજસ્થાનના જોધપુર શહેરના બાસની વિસ્તારમાં ધમધમતા એક આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. પોલીસે આ કોલ સેન્ટર ચલાવતા અમદાવાદના બે મુખ્ય સૂત્રધાર મૌલિક પંડ્યા અને હરવિજયસિંહ સહિત કુલ ૩૨ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ અમેરિકન નાગરિકોને નિશાન બનાવી દર મહિને અંદાજે રૂ. ૧.૫૦ કરોડની ઠગાઈ કરતી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બોગસ કોલ સેન્ટર છેલ્લા ૪થી ૫ મહિનાથી જોધપુરના બાસની વિસ્તારમાં એક ભાડાની જગ્યામાં ચાલતું હતું. અમેરિકાના સમય અનુસાર સાંજે ૬ વાગ્યા બાદ આ કોલ સેન્ટર સક્રિય થતું હતું. આરોપીઓ અમેરિકન નાગરિકોને ‘એપલ’ કંપનીના નામે બલ્ક મેસેજ મોકલતા હતા, જેમાં તેમના ખાતામાંથી ૫૦૦ ડોલર કપાઈ જવાની ચેતવણી આપવામાં આવતી હતી. આ પૈસા કપાતા અટકાવવા માટે મેસેજમાં આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનું કહેવામાં આવતું હતું.વિદેશી નાગરિકોને ફસાવવા માટે આરોપીઓએ કોર્પોરેટ સ્ટાઈલમાં કામની વહેંચણી કરી હતી. સમગ્ર નેટવર્કને ‘કોલર’, ‘એનાલિસિસ’ અને ‘એક્ઝિક્યુટિવ’ એમ ત્રણ અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે કોઈ અમેરિકન નાગરિક હેલ્પલાઇન નંબર પર કોલ કરે, ત્યારે આ ટીમો તેમને વિશ્વાસમાં લઈને તેમના ફોન કે સિસ્ટમનો એક્સેસ મેળવી લેતી અને પ્રોસેસિંગ ફી કે સિક્યોરિટીના બહાને તેમની પાસેથી મોંઘા ગિફ્ટ કાર્ડ ખરીદાવડાવતી હતી.આ કૌભાંડનું આર્થિક નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા ગિફ્ટ કાર્ડના કોડ મેળવીને તેના નાણાંના તાર છેક ચીન સુધી પહોંચતા હતા. ત્યારબાદ ચીનથી આ રકમ ‘ેંજીડ્ઢ્‌’ ક્રિપ્ટોકરન્સી મારફતે ભારતમાં રહેલા મુખ્ય સૂત્રધારો સુધી ટ્રાન્સફર કરવામાં આવતી હતી.પોલીસે બાસની વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર ઉપરાંત આરોપીઓ જ્યાં રહેતા હતા તે લક્ઝરી ફ્લેટ અને ભાડાના મકાનો પર પણ દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે ૩૬ કમ્પ્યુટર-લેપટોપ, ૨૨ મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, બોગસ કોલ સેન્ટર ચલાવવા માટે પોતાની જગ્યા ભાડે આપનાર મકાનમાલિકની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.

Related posts

ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ફર્સે કોર્સને સન્માન આપ્યું

Master Admin

રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધારે પાણી

Master Admin

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

Master Admin

Leave a Comment

Translate »