Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

૧.૨૬ કરોડના ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં બે આરોપીઓના જામીન ફગાવાયા

સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ આપવું ભારે પડ્યું

ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ કમિશનની લાલચે વાપરવા આપવાનો આરોપ, કોર્ટે કહ્યું આવા ગુનાઓમાં દાખલો બેસાડવો જરૂરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ | ડિજિટલ એરેસ્ટ જેવા ગંભીર સાયબર ળોડના રૂ. ૧.૨૬ કરોડની હેરાફેરી કરવા માટે ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) પૂરું પાડવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી અ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જજ વનરાજસિંહ એ. ધાધલે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ વગર વિદેશમાં બેઠેલા મગરમચ્છો સાયબર ળોડ કરી શકે તેમ નથી, તેથી સમાજમાં દાખલો બેસાડવા આવા ગુનેગારોને હળવાશથી લઈ શકાય નહીં. ‘વ્હાઇટ કોલર ક્રાઇમ’ કરનારા લોકો શુદ્ધબુદ્ધિનો દુરુપયોગ કરી પૂરા પ્લાનિંગ સાથે ગુનો કરે છે, સમાજમાં દાખલો બેસાડવો જરૂરી.સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, આરોપી પ્રિયકાંત ત્રીક્રમદાસ સોનારા ‘ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ’ના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને તેમણે ટ્રસ્ટનું કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. સહઆરોપી અનિલસિંહ બારુસિંહે પ્રિયકાંત સાથે મળીને ફંડના નામે મળતા રૂપિયામાંથી કમિશન મેળવવાની લાલચે આ બેંક એકાઉન્ટ અન્ય શખ્સોને વાપરવા આપવાનું નક્કી કર્યું હતું. બંને આરોપીઓના કહેવાથી અગાઉ પકડાયેલા આરોપી સુરેશભાઈને ટ્રસ્ટના એકાઉન્ટ સાથે લિંક મોબાઈલ નંબરનું સીમ કાર્ડ આપી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તા. ૧૬-૦૪-૨૦૨૬ના રોજ ડિજિટલ એરેસ્ટના ગુનાના રૂ. ૧.૨૬ કરોડ આ ટ્રસ્ટના ખાતામાં જમા થયા હતા અને સુરેશભાઈએ ઓટીપી આપતા તે જ દિવસે તમામ રકમ વિથ-ડ્રો થઈ ગઈ હતી. આ કેસમાં આરોપી અનિલસિંહ બારુસિંહ અને પ્રિયાંક ત્રિકમદાસ સોનારાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે, અમે નિર્દોષ છીએ, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, પોલીસે આ કેસમાં તપાસ અમે સહકાર આપ્યો છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ. તેથી જામીન પર મુક્ત કરવા જોઇએ. જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, જો આરોપીઓએ માત્ર ડોનેશનના હેતુથી ખાતું આપ્યું હોત, તો ખાતામાં રૂ. ૧.૨૬ કરોડ જમા થઈને ઉપડી ગયાની જાણ થતાં જ તેમણે પોલીસને જાણ કરી હોત. પરંતુ ૬-૮ મહિના બાદ પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જે તેમની ગુનાહિત સંડોવણી દર્શાવે છે. આ કેસમાં હજુ ચાર્જશીટ થઈ નથી અને દિલ્હી ખાતે બેઠેલા મુખ્ય આરોપીઓ ફરાર છે. જો આરોપીઓને જામીન મળે તો તેઓ મુખ્ય સૂત્રધારોને હિન્ટ આપી તપાસને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.

Related posts

ઝોડિયાક એનર્જીની આવક અને નફાકારકતામાં નોંધપાત્ર વૃદ્ધિ : બીજા ત્રિમાસિકમાં PAT 242% વધીને રૂ. 9.18 કરોડે પહોંચ્યો (Y-o-Y).

Master Admin

જેનેસિસ નેક્સ્ટજેન સ્ટાર્ટઅપ સમિટમાં ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયા

Master Admin

ગુજરાતના એલ્યુમિનિયમ એમએસએમઈ દ્વારા મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા જાળવવા ડ્યુટી રેશનલાઇઝેશનની માંગ

Master Admin

Leave a Comment

Translate »