પાકિસ્તાનમાં લઘુમતી યુવતીઓ પર અત્યાચાર
માનવાધિકાર સંગઠનના રિપોર્ટમાં ખુલાસો, ભોગ બનેલી યુવતીઓમાં ૪૯ ખ્રિસ્તી અને ૩૫ હિન્દુ મહિલાઓનો સમાવેશ થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇસ્લામાબાદ, તા.૨૮ નવેમ્બર ૨૦૨૬ — પાકિસ્તાનમાં અત્યારે લઘુમતીની હાલત વધારે કફોડી બની રહી છે. એક સર્વેના આંકડા પ્રમાણે પાકિસ્તાના લઘુમતી સમુદાની દીકરીનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો, ૨૦૨૬ પહેલા ૧૦ મહિનામાં જ ૮૪ લઘુમતી દીકરીઓ અને મહિલાઓના અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્ન કરાવવાના કિસ્સા સામે આવ્યા છે. આમાંથી ૪૩ તો માત્ર ૧૮ વર્ષથી નાની દીકરીઓ હતી. રિપોર્ટમાં પોલીસની કાર્યવાહી, મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયની દીકરીઓ અને મહિલાઓના અપહરણ થઈ રહ્યા છે, લઘુમતી અધિકારો માટે કામ કરતી સંસ્થા ‘વોઇસ ઑફ પાકિસ્તાન માઇનોરિટી’ના મુજબ ૨૦૨૬ના પહેલા ૧૦ મહિનામાં જ ઓછામાં ઓછી ૮૪ દીકરીઓ અને મહિલાઓનું અપહરણ કરી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. આ સંસ્થાએ આ ઘટનાઓને લઘુમતી સમુદાય પર થતા ગંભીર અત્યાચાર ગણાવ્યા છે.રિપોર્ટના દાવા મુજબ, અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના ૮૪ કેસોમાં ૪૯ ખ્રિસ્તી અને ૩૫ હિન્દુ યુવતીઓ તથા મહિલાઓ ભોગ બની છે. આમાં શિકાર બનેલી ૪૩ દીકરીઓ ૧૮ વર્ષથી પણ નાની હતી, એટલું જ નહીં પરંતુ તેમાં ૬ દીકરીઓ તો ૧૪ વર્ષથી પણ નાની હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટંમાં જણાવ્યાં પ્રમાણે, પાકિસ્તાનના પંજાબ જિલ્લામાં સૌથી વધાર ૪૭ કેસ નોંધાયા છે. આ સાથે લાહોરમાં ૧૮ કેસ, સિંધ પ્રાંતમાં ૩૬ કેસ અને બલુચિસ્તાનંમા પણ ૧ કેસ નોંધાયા છે. ર્ફંઁસ્એ પાકિસ્તાનના પોલીસ તંત્ર, અદાલતો અને સરકારની ધીમી કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. સંગઠનના જણાવ્યા અનુસાર, બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્ન બાદ પીડિત યુવતીઓને પરિવાર પાસે પરત લાવવી વધુ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને સગીર દીકરીઓ પોતાની સ્વતંત્ર સંમતિ આપી શકે તેમ ન હોવાથી સંગઠને આવા કિસ્સાઓની નિષ્પક્ષ તપાસ, આરોપીઓ સામે કડક કાર્યવાહી અને બળજબરીથી ધર્મ પરિવર્તન તથા બાળલગ્ન રોકવા માટે કાયદાની માંગ કરી છે. આ સાથે આ સંગઠને પાકિસ્તાન સરકારને સવાલ કર્યો છે કે, તે લઘુમતી પરિવારોની દીકરીઓની સુરક્ષા ક્યારે સુનિશ્ચિત કરશે? કારણ કે આ માત્ર આંકડા નથી, પરંતુ પોતાની દીકરીઓને ગુમાવતાં પરિવારોની પીડાની કહાની છે. આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે માત્ર પોલીસના ચોંપડે નોંધાયેલી ઘટનાની છે, હકીકતમાં આંકડો દાવા કરતા અનેક ઘણો વધારે હોવાનું માનવાધિકાર સંગઠનો માની રહ્યાં છે. અનેક એવા લોકો હશે જેમણે ડરના કારણે પોલીસ ફરિયાદ નોંધાવી જ નહીં હોય! જેથી પાકિસ્તાનમાં અત્યારે લઘુમતીઓ પર થતો અત્યાચાર ચિંતાનો વિષય બની ગયો છે.

