Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઝકરબર્ગ બાદ ઇલોન મસ્કે પણ કોરોના વેક્સિનની આડઅસર મુદ્દે ભરી હામી

‘કોરોના વેક્સિનની આડઅસરો હતી’

એક્સ પર જૂનો વીડિયો શેર કરી મસ્કે દર્શાવી સહમતિ, ઝકરબર્ગે અમેરિકન સરકાર પર માહિતી દબાવવાના દબાણનો લગાવ્યો હતો આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ નવેમ્બર ૨૦૨૬ — કોવિડ-૧૯ રસીની સંભવિત આડઅસરને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઇલોન મસ્કે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઠ પ્લેટફોર્મ પર એક વીડિયો રિપોસ્ટ કરીને ‘રૂે’ (હા) લખ્યું છે, જેનાથી તેમણે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની વાત સાથે સહમતી દર્શાવી છે. આ વીડિયોમાં ઝકરબર્ગે કોરોનાના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સંભવિત આડઅસરની વાતો છુપાવવા માટે અમેરિકન સરકાર તરફથી દબાણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સોશિયલ મીડિયા પર કોવિડ રસીની આડઅસર અંગે અવારનવાર વિવિધ દાવા થતા રહે છે. હવે મસ્કના આ પગલાંથી આ સમગ્ર વિવાદને વધુ વેગ મળ્યો છે. એક યુઝરે ઝકરબર્ગના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનો સંદર્ભ આપીને પોસ્ટ કરી હતી, જેમાં રસીની આડઅસર સંબંધિત માહિતી હટાવવા માટે મેટા પર દબાણ થયાનો દાવો કરાયો હતો.શનિવારે સવારે ઇલોન મસ્કે ઠ પર માર્ક ઝકરબર્ગના જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરીને ‘રૂે’ લખ્યું હતું. તેમનો આ રિપોસ્ટ ઝકરબર્ગની વાતને સમર્થન આપતો માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ઝકરબર્ગ રસીકરણની સંભવિત આડઅસર અંગે વાત કરતા જોવા મળે છે અને તેમણે આ બાબત અમેરિકન સરકારના વલણના સંદર્ભમાં કહી હતી.વર્ષ ૨૦૨૫માં એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન માર્ક ઝકરબર્ગે કોરોના કાળમાં કન્ટેન્ટ મોડરેશન અંગે મહત્ત્વની વાતો કરી હતી. ઝકરબર્ગના જણાવ્યા મુજબ, રસીકરણ અભિયાનને આગળ વધારતી વખતે અમેરિકન વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે રસીની સંભવિત આડઅસરનો ઉલ્લેખ કરતી સામગ્રી પણ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.ઝકરબર્ગે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેટાએ આવી સામગ્રી હટાવવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે મારા મતે રસીની આડઅસર અંગેની બાબત તથ્યપૂર્ણ રીતે સાચી હતી. જોકે, એ વાત પણ સાચી છે કે હું પોતે આ ચર્ચામાં સીધી રીતે જોડાયેલો ન હતો હું માત્ર મારી જાણકારી પ્રમાણે આ વાત કઉ છું. એકંદરે જોવામાં આવે તો રસીના ગેરફાયદા ઓછા અને ફાયદા વધુ છે.’

Related posts

ભારત સરકારના એક્શનથી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો

Master Admin

પશ્ચિમ બંગાળમાં ૨૨૬ થી વધુ બેઠકો જીતીશું : મમતા બેનર્જી

Master Admin

‘ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે’

Master Admin

Leave a Comment

Translate »