પ્રસિદ્ધિથી દૂર રહી ભક્તે કર્યું મહાદાન
ચેન્નઈના બિઝનેસમેનનું નામ ગુપ્ત, રૂ. ૧૪૦થી ૧૫૦ કરોડનાં ૪૬ પ્રકારનાં ઘરેણાં તૈયાર કરવામાં ૧૫ મહિનાનો સમય લાગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશ, તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ | કરોડો રૂપિયાનું દાન, ૧૨૧ કિલો સોનું અને દાન કરનારનું નામ પણ ગુપ્ત! આ કોઈ ફિલ્મની કહાની નથી, પરંતુ તિરુપતિ બાલાજીના મંદિરમાં બનેલી એક અનોખી ઘટના છે. ચેન્નઈના એક દ્ગઇૈં બિઝનેસમેન ભગવાન વેંકટેશ્વર સ્વામીને ૧૨૧ કિલો સોનાનાં ઘરેણાં અર્પણ કરીને ચર્ચામાં આવ્યા છે. આ કિંમતી આભૂષણોની કિંમત અંદાજે રૂ. ૧૪૦થી ૧૫૦ કરોડ હોવાનું કહેવાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી મોટી સંપત્તિ ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરનાર ભક્તે પોતાનું નામ જાહેર કરવાનું પણ પસંદ કર્યું નથી. અહેવાલો અનુસાર, ચેન્નઈના એક દ્ગઇૈં બિઝનેસમેને તિરુમલાના ભગવાન વેંકટેશ્વર સ્વામીને ૧૨૧ કિલો સોનાનાં આભૂષણો અર્પણ કર્યાં છે. આ સોનાનાં ઘરેણાંની અંદાજિત કિંમત રૂ. ૧૪૦થી ૧૫૦ કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના ઇતિહાસમાં એક જ ભક્ત દ્વારા આટલી મોટી માત્રામાં સોનાનાં આભૂષણોનું દાન કરવામાં આવ્યું હોવાનો આ પ્રથમ બનાવ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ભગવાન માટે અર્પણ કરવામાં આવેલા આ દાનમાં કુલ ૪૬ પ્રકારનાં સોનાનાં આભૂષણોનો સમાવેશ થાય છે. તેમાં મુગટ, ભુજકીર્તિ, શંખ-ચક્ર, કમરપટ્ટો અને અભય હસ્ત જેવાં વિશેષ ઘરેણાં બનાવવામાં આવ્યાં છે. આ તમામ આભૂષણોને નવ અલગ-અલગ સેટમાં તૈયાર કરવામાં આવ્યાં છે. ઘરેણાં બનાવતી વખતે ્્ડ્ઢના અધિકારીઓની સલાહ લેવામાં આવી હતી. સાથે જ આગમ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા ધાર્મિક નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આટલી ઝીણવટભરી ડિઝાઇન અને કારીગરીને કારણે સમગ્ર આભૂષણો તૈયાર કરવામાં અંદાજે ૧૫ મહિનાનો સમય લાગ્યો હતો.અહેવાલો પ્રમાણે, આ દ્ગઇૈં બિઝનેસમેન માને છે કે તેમના વ્યવસાયમાં જે પ્રગતિ થઈ છે, તેમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદનો મોટો ફાળો છે. આ સફળતા બદલ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમણે પોતાની કંપનીના નફાનો અમુક હિસ્સો સોનાનાં આભૂષણોના રૂપમાં અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના માટે આ દાન માત્ર સંપત્તિનું સમર્પણ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ પણ છે.આજના સમયમાં મોટા દાનની સાથે દાતાઓનાં નામ અને તેમની ઓળખ પણ ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ ભક્તે પ્રસિદ્ધિથી દૂર રહીને પોતાની ઓળખ ગુપ્ત રાખવાનું પસંદ કર્યું છે. તેમણે દાનનો પ્રચાર ન થાય અને તેમનું નામ જાહેર ન કરવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ૧૨૧ કિલો સોનાનાં આભૂષણોનું આ દાન ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું અનોખું ઉદાહરણ બનીને ચર્ચામાં આવ્યું છે.

