યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા
LRD, PSI અને ટેક્નિકલ કેડર માટે આજથી ઓનલાઈન ફોર્મ, ૧૬ ડિસેમ્બર છેલ્લી તારીખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૬ નવેમ્બર ૨૦૨૬ — ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (ય્ઁઇમ્) દ્વારા લોકરક્ષક (ન્ઇડ્ઢ), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઁજીૈં) અને ટેક્નિકલ કેડરની કુલ ૧૩,૧૫૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યાથીર્ ંત્નછજી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારો ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ની રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી અરજી કરી શકશે.
કયા કેડરમાં કેટલી જગ્યાઓ?
ગુજરાત પોલીસ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ લોકરક્ષક કેડરમાં રાખવામાં આવી છે. જગ્યાઓની વિગત નીચે મુજબ છે.
લોકરક્ષક કેડર (ન્ઇડ્ઢ)ઃ ૧૨,૭૫૨ જગ્યાઓ
ઁજીૈં કેડરઃ ૨૪૧ જગ્યાઓ
મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝરઃ ૨૬ જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકઃ ૧૩૩ જગ્યાઓ
આમ, ચારેય ભરતીને મળીને કુલ ૧૩,૧૫૨ જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો ગુજરાત સરકારનાર્ ંત્નછજી પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અરજી કરવાની શરૂઆત ૨૬ નવેમ્બરથી થઈ છે અને છેલ્લી તારીખ ૧૬ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
ઓનલાઈન અરજી માટે સત્તાવાર વેબસાઈટઃ
ઁજીૈં માટે સ્નાતકની ડિગ્રી જરૂરી
ઁજીૈં કેડરની ભરતી માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ ૧૨ પાસ સહિતની નિયત શરતો પૂર્ણ કરવી પડશે. ટેક્નિકલ કેડરની જગ્યાઓ માટે સંબંધિત ટેક્નિકલ લાયકાત જરૂરી છે.
અરજી ફી અને કેટેગરી પ્રમાણેની છૂટછાટ અંગે ઉમેદવારોએ સંબંધિત ભરતીની વિગતવાર જાહેરાતમાં દર્શાવેલી સૂચનાઓ તપાસવી જરૂરી છે. સામાન્ય રીતે ફી લાગુ પડતી કેટેગરી માટે ૧૦૦ની ફી દર્શાવવામાં આવી છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ મળી શકે છે.
ગુજરાત પોલીસમાં ૧૩,૧૫૨ જગ્યાઓની આ ભરતી રાજ્યના હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની શકે છે.
ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર પોતાની લાયકાત, જરૂરી દસ્તાવેજો અને ભરતીના નિયમો તપાસીને સમયસર ઓનલાઈન અરજી કરી લેવી જોઈએ.

