Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત

એશિયામાં ભારતનો દબદબો

એશિયા પાવર ઈન્ડેક્સ ૨૦૨૬ અનુસાર સાપેક્ષ આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડા અને ઘરેલું પડકારો છતાં ભારતે આ વર્ષે એશિયામાં પ્રભાવશાળી ભૂમિકા નિભાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ નવેમ્બર ૨૦૨૬ –– ઓસ્ટ્રેલિયાના થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ (ર્ન્ુઅ ૈંહજૈંેંીં) દ્વારા તૈયાર કરવામાં આવેલા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ (છજૈટ્ઠ ર્ુઁીિ ૈંહઙ્ઘીટ ૨૦૨૬) માં, ભારતે એશિયાની ત્રીજી સૌથી મોટી મહાસત્તા તરીકે પોતાના સ્થાનને વધુ મજબૂત કર્યું છે.

લેટેસ્ટ રેન્કિંગમાં ભારતે જાપાન અને રશિયાને પછાડતા ત્રીજું સ્થાન યથાવત રાખ્યું છે, જ્યારે તેના સમગ્ર પાવર સ્કોરમાં ૦.૫ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૫મા ૪૦ના સ્કોરના મુકાબલે ભારતનો સ્કોર વધી ૪૦.૫ પોઈન્ટ પર પહોંચી ગયો છે.

રિપોર્ટ પ્રમાણે એશિયાની સમગ્ર શક્તિ યાદીમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને યથાવત છે. જોકે ૨૦૧૮મા આ ઈન્ડેક્સની શરૂઆત બાદ પ્રથમવાર અમેરિકા અને ચીનની શક્તિ વચ્ચે અંતર ઓછું રહી ગયું છે. ખાસ કરી બંને દેશોની સૈન્ય ક્ષમતાઓનું અંતર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. લોવી ઈન્સ્ટિટ્યુટનું માનવું છે કે આ ઘટતું અંતર ચીનની સરસાઈથી વધુ વોશિંગટનની નીતિગત ચૂક અને કૂટનીતિક પ્રભાવમાં આવેલા ઘટાડાને કારણે છે.

એશિયા પાવર ઈન્ડેક્સ ૨૦૨૬ અનુસાર સાપેક્ષ આર્થિક ક્ષમતામાં સામાન્ય ઘટાડો અને ઘરેલું પડકાર છતાં ભારતે આ વર્ષે એશિયામાં ઘણી વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે. ભારતના સ્કોરમાં સુધાર પાછળ રક્ષા સંપર્કો, સાંસ્કૃતિક પ્રભાવ અને ભવિષ્યના સંસાધનોમાં થયેલા વધારાનું મોટું યોગદાન રહ્યું છે. ઈન્ડેક્સના મુખ્ય માપદંડો પર ભારતના પ્રદર્શનમાં આ ફેરફાર જોવા મળ્યો છે. ભારતે ૭૦.૩ પોઈન્ટ મેળવ્યા, જોકે પાછલા વર્ષના મુકાબલે તેમાં ૦.૫ પોઈન્ટનો સામાન્ય ઘટાડો થયો છે. ભવિષ્યના સંસાધનોના મોરચા પર ભારતનો સ્કોર ૧.૧ પોઈન્ટ વધી ૫૬.૨ પહોંચી ગયો, જે લાંબાગાળાના પ્રભાવને બનાવી રાખવાનો સંકેત આપે છે. સાંસ્કૃતિક પ્રભાવ અને રક્ષા નેટવર્કના મામલામાં ભારતના સાંસ્કૃતિક પ્રભાવમાં ૨.૩ પોઈન્ટ (૪૩.૮ સ્કોર) અને રક્ષા નેટવર્કના મામલામાં ૨.૨ પોઈન્ટ (૧૮.૬ સ્કોર) નો ઉલ્લેખનીય વધારો થયો છે. સૈન્ય ક્ષમતા અને આર્થિક ક્ષમતાના મામલામાં સૈન્ય ક્ષમતાનો સ્કોર ૦.૫ પોઈન્ટ સુધરી ૪૮.૫ થઈ ગયો, જ્યારે આર્થિક ક્ષમતાનો સ્કોર ૦.૭ ટકા ઘટી ૨૬.૪ રહ્યો.

રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વ અને કૂટનીતિક સક્રિયતાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક નેતૃત્વના આકલનમાં પીએમ મોદીએ ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે અને તેઓ એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા છે. આ શ્રેણીમાં તેમની આગળ માત્ર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે.

એશિયાના ૨૭ દેશો અને પ્રદેશોના સંસાધનો તથા પ્રભાવ પર આધારિત લોવી ઇન્સ્ટિટ્યૂટ (ર્ન્ુઅ ૈંહજૈંેંીં) ના આ મૂલ્યાંકન મુજબ, આ ક્ષેત્ર હવે વધુ સ્પર્ધાત્મક અને બહુધ્રુવીય સંતુલન તરફ આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ અમેરિકાના પશ્ચિમ એશિયા પર ધ્યાન કેન્દ્રીત કરવા વચ્ચે તેમના સહયોગી દેશો (જેમ કે જાપાન, ફિલીપીન્સ અને ઓસ્ટ્રેલિયા) એ આપસી રક્ષા સહયોગ વધાર્યો છે, તો બીજીતરફ ચીન, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે રક્ષા તથા આર્થિક મામલામાં તાલમેલ ગાઢ થયો છે. આ હલચલો વચ્ચે ભારતનું ૪૦.૫ સ્કોરની સાથે ત્રીજા સ્થાન પર મજબૂત બન્યા રહેવું બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં તેના વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.

Related posts

અમે ભારતને અનલિમિટેડ ઓઇલ આપવા તૈયાર છીએ

Master Admin

બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર

Master Admin

સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે

Master Admin

Leave a Comment

Translate »